Home /News /gujarat /Gujarat : હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ યુવકનું મોત! 7 મહિના બાદ પોલીસે NMCની મદદ માંગી
Gujarat : હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ યુવકનું મોત! 7 મહિના બાદ પોલીસે NMCની મદદ માંગી
હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના 3 દિવસ બાદ યુવકનું મોત થયું હતુ.
મહેસાણાના યુવકના હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના 3 દિવસ બાદ થયેલા મોતના કેસમાં લગભગ 7 મહિના બાદ મહેસાણા જિલ્લા પોલીસે મૃત્યુના કારણને જાણવા માટે નેશનલ મેડિકલ કાઉન્સિલની (NMC) મદદ માંગી છે.
મહેસાણાના યુવકના હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના 3 દિવસ બાદ થયેલા મોતના કેસમાં લગભગ 7 મહિના બાદ મહેસાણા જિલ્લા પોલીસે મૃત્યુના કારણને જાણવા માટે નેશનલ મેડિકલ કાઉન્સિલની (NMC) મદદ માંગી છે.
વિસનગર તાલુકાના ખડોસણ ગામમાં રહેતા અરવિંદ ચૌધરીનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના 3 દિવસ બાદ મોત થયુ હતુ. મહેસાણા પોલીસે તેમનું પોસ્ટમોર્ટમ કરાવતા જાણવા મળ્યુ કે યુવકનું મોત 'ઇન્ટરસ્ટિશિયલ ન્યુમોનિયા સાથે એનાફિલેક્ટિક એટેક' (Anaphylactic shock with interstitial pneumonia) આવવાથી થયું છે.
આ ઘટના વિશે જણાવતા મહેસાણા બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ ઘેટિયાએ જણાવ્યુ કે, અમે મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે NMC પાસેથી મદદ માંગી છે જેથી એ જાણી શકાય કે આ મૃત્યુ ડૉક્ટરની કોઇ ભૂલથી થયુ છે કે કેમ? અમે તેમની પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા યોગ્ય રીતે થઇ છે કે કેમ
શું છે એનાફિલેક્ટિક એટેક?
એનાફિલેક્ટિક એટેકના કારણે શરીરની પ્રતિરક્ષા પ્રણાલી નબળી પડી જાય છે. બ્લડ પ્રેશર ઘટવાની સમસ્યા થાય છે. વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાક કેસમાં લોકો કોમામાં પણ જઇ શકે છે અથવા તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.
અરવિંદ ચૌધરી વિસનગરમાં એક લાયબ્રેરી ચલાવતા હતા. તેઓ 15 સપ્ટેમ્બરના રોજ મહેસાણાના જેલ રોડ પર આવેલા હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનીકમાં ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સાંજે 4 વાગે ક્લિનીક પર ગયા હતા અને રાતના 10 વાગ્યા સુધી તેઓ ક્લિનીક પર જ હાજર હતા. ડૉક્ટર્સે તેમના વાઇટલ્સ ચેક કરીને તેમને મોડી રાત્રે રજા આપી હતી. 17 સપ્ટેમ્બરે તેમને શ્વાસ ચઢવાની સમસ્યા થતા તેઓ ફરીથી ક્લિનીક ગયા. ડૉક્ટર્સે તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી. તેમને તરત જ ICUમાં શિફ્ટ કર્યા અને 18 સપ્ટેમ્બરે સવારે 7.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
યુવકના પરિવારે ડૉક્ટરની બેજવાબદારીના કારણે મોત થયા હોવાનો આરોપ લગાવતા, મહેસાણા પોલીસે યુવકના મૃતદેહને મહેસાણા સિવીલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. તેમના વિસેરા સેમ્પલ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેથી મૃત્યુનું કારણ જાણવા મળે.