Home /News /gujarat /મહેંદીમાં આ રસ મિક્સ કરીને હેરમાં લગાવો: પરસેવાથી વાળ ખરતા બંધ થઇ જશે અને સિલ્કી થશે

મહેંદીમાં આ રસ મિક્સ કરીને હેરમાં લગાવો: પરસેવાથી વાળ ખરતા બંધ થઇ જશે અને સિલ્કી થશે

ડુંગળીના રસમાં અનેક ગુણો હોય છે.

Hair care: વાળની લગતી સમસ્યાઓથી તમે પણ કંટાળી ગયા છો તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. આમ, તમે ગરમીમાં આ રસ મિક્સ કરીને વાળમાં મહેંદી લગાવો છો તો હેરની ક્વોલિટી સુધરે છે અને સાથે હેર સિલ્કી થાય છે.

Hair care: મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. આમ, વાત કરવામાં આવે તો ઠંડી કરતા ગરમીમાં વાળ વધારે ખરે છે. ખાસ કરીને પરસેવો થાય છે જેના કારણે વાળ ખરવા લાગે છે અને સાથે ખોડા પણ વધારે થાય છે. આ માટે ગરમીમાં અઠવાડિયામાં બેથી ત્રણ વાર હેર વોશ કરવા જોઇએ. તમારી આ વાતને ધ્યાનમાં લઇને એક ટિપ્સ જણાવીશું જેને તમે ફોલો કરશો તો પરસેવાની વાળને કોઇ અસર નહીં થાય. તો તમે પણ ગરમીમાં વાળમાં મહેંદી નાખો ત્યારે ખાસ કરીને એમાં ડુંગળીનો રસ મિક્સ કરો. જાણો ફાયદાઓ.

  • વાળમાં મહેંદી નાખો ત્યારે ખાસ કરીને એને ડુંગળીમાં રસમાં પલાળો.

  • આ માટે તમે એક બાઉલ લો અને એમાં મહેંદી લઇ લો.


આ પણ વાંચો:ફોલો કરો આ ટિપ્સ અને લાંબા કરો નખ

  • પછી ડુંગળીના કટકા કરી લો અને મિક્સરમાં ક્રશ કરી લો.

  • આમ કરવાથી રસ નિકળી જશે.

  • આ રસને ગળણીથી ગાળી લો.

  • હવે આ રસને ધીરે-ધીરે મહેંદીમાં નાખતા જાવો અને પલાળો.

  • આમ કરવાથી મહેંદી મસ્ત પલળી જશે.

  • આ મહેંદીને અડધો કલાક માટે રહેવા દો.

  • અડધો કલાક પછી મહેંદીને વાળમાં નાખો.

  • આ મહેંદીને વાળમાં નાખો અને બે કલાક માટે રહેવા દો.

  • બે કલાક રહીને નોર્મલ પાણીથી હેર વોશ કરી લો.


આ પણ વાંચો:ઉપવાસ કરો છો અને આ તેલમાં વસ્તુઓ બનાવો છો?



    • ખાસ ધ્યાન એ રાખો કે વાળમાં શેમ્પૂ લગાવવાનું નથી. આ સાથે જ તમારે કન્ડિશનરનો પણ ઉપયોગ કરવાનો નથી. આ મહેંદી વાળમાં નાખ્યા પછી નોર્મલ પાણીથી જ હેર વોશ કરવાના રહેશે.

    • ડુંગળીના રસમાં અનેક ગુણો હોય છે. ખાસ કરીને ડુંગળીનો રસ ખરતા વાળને અટકાવે છે અને સાથે વાળમાં થતા ખોડામાંથી છૂટકારો અપાવે છે.

    • આ ડુંગળીના રસની સાથે-સાથે તમે અરીઠાનો પાવડર તેમજ આમળાનો પાવડર નાખી શકો છો. આ પાવડરથી તમારા હેરનો ગ્રોથ ફાસ્ટ વધે છે.






  • આમ, તમે મહેંદીમાં બીજુ બધુ નાખો છો તો એ હવે બંધ કરી દેજો. મહેંદી માત્ર તમારે ડુંગળીના રસમાં જ પલાળવાની રહેશે. ડુંગળીનો રસ હેરની ક્વોલિટી પણ સુધારવાનું કામ કરે છે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Hair Care tips, Life Style News, Long hair