Home /News /gujarat /કથિત 'સીડી કાંડ' માં ફસાયા સિંઘમ આઇપીએસ સંજીવ ભટ્ટ

કથિત 'સીડી કાંડ' માં ફસાયા સિંઘમ આઇપીએસ સંજીવ ભટ્ટ

ગુજરાતના સિંઘમ ગણાતા અને તત્કાલિન મુખ્યમંત્રી મોદી સરકાર સામે બાયો ચડાવનાર સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. સંજીવ ભટ્ટ એક મહિલા સાથેની સીડીને લઇને વિવાદોમાં ફસાયા છે. આ અંગે ગુજરાત સરકારે તેમને કારણ દર્શક નોટિસ પાઠવી છે.

ગુજરાતના સિંઘમ ગણાતા અને તત્કાલિન મુખ્યમંત્રી મોદી સરકાર સામે બાયો ચડાવનાર સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. સંજીવ ભટ્ટ એક મહિલા સાથેની સીડીને લઇને વિવાદોમાં ફસાયા છે. આ અંગે ગુજરાત સરકારે તેમને કારણ દર્શક નોટિસ પાઠવી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
અમદાવાદ # ગુજરાતના સિંઘમ ગણાતા અને તત્કાલિન મુખ્યમંત્રી મોદી સરકાર સામે બાયો ચડાવનાર સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. સંજીવ ભટ્ટ એક મહિલા સાથેની સીડીને લઇને વિવાદોમાં ફસાયા છે. આ અંગે ગુજરાત સરકારે તેમને કારણ દર્શક નોટિસ પાઠવી છે. સંજીવ ભટ્ટ ગુજરાત તોફાનોમાં રાજ્યના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવતા ચર્ચામાં આવ્યાં હતા અને ત્યાર બાદ તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

આ સમગ્ર વિષય અંગે જણાવી દઇએ કે ગુજરાત સરકારને એક વીડિયો મળ્યો છે, જેમાં સંજીવ ભટ્ટ એક મહિલા સાથે જોવા મળે છે. અંગ્રેજી અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર ગુજરાત સરકારને એક પેન ડ્રાઇવમાં 11 મીનિટનો વીડીઓ મળ્યો છે, જેમાં તેઓ એક મહિલા સાથે જોવા મળે છે. સરકારે આ વીડીયોને લઇને ભટ્ટ પાસેથી 10 દિવસમાં જવાબ આપવા માટે જણાવ્યું છે.

જો કે આ અંગે સંજીવ ભટ્ટનું કહેવું છે કે, તેઓએ બીજા જ દિવસે આ નોટિસનો જવાબ મોકલી આપ્યો છે. સંજીવ ભટ્ટે જણાવ્યું કે, આ વીડીયોમાં જે વ્યક્તિ દેખાય છે, તે તેમના જેવા ચોક્કસ દેખાય છે, પરંતુ એ વીડિયોમાં તે નથી.
First published:

Tags: આરોપ, નરેન્દ્ર મોદી, નોટિસ, મહિલા, રાજકારણ, વિવાદ, વીડિયો, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन