કોરોનાના કારણે ગુજકેટની પરીક્ષા હવે 30 જુલાઈને બદલે 22 ઓગસ્ટે યોજાશે

News18 Gujarati
Updated: July 8, 2020, 9:08 PM IST
કોરોનાના કારણે ગુજકેટની પરીક્ષા હવે 30 જુલાઈને બદલે 22 ઓગસ્ટે યોજાશે
પ્રતિકાત્મક તસવીર

ગુજકેટ 2020ની પરીક્ષામાં ગ્રુપ-Aમાં 49,888, ગ્રુપ-Bમાં 75,519 અને ગ્રુપ-ABમાં 374 એમ કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે

  • Share this:
ગાંધીનગર : કોરાના વાયરસના કારણે ગુજકેટ(ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા હવે 30 જુલાઈને બદલે 22 ઓગસ્ટ 2020ના રોજ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યા મુજબ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ 2020ની પરીક્ષામાં ગ્રુપ-Aમાં 49,888, ગ્રુપ-Bમાં 75,519 અને ગ્રુપ-ABમાં 374 એમ કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

આ પહેલા ગુજકેટની પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાનાર હતી પણ કોરોના કારણે 22 ઓગસ્ટના રોજ આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક વિજ્ઞપ્તિ દ્વારા આ જાણકારી આપી હતી.


આ પણ વાંચો - ઑહ માય ગોડ! અમદાવાદીઓએ નાસ્તા ઝાપટવામાં હદ કરી નાખી!

રાજ્યમાં કોરોના વાયરસ (coronavirus) ચોમાસુ શરૂ થતાની સાથે જ વકર્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના બુધવારે નવા 783 કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને મ્હાત આપીને છેલ્લા 24 કલાકમાં 569 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 38, 419 પર પહોંચ્યો છે.
Published by: Ashish Goyal
First published: July 8, 2020, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading