24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પર લેવાશે

24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પર લેવાશે
24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પર લેવાશે

ગુજકેટમાં 1,27,230 ઉમેદવારો આપશે પરીક્ષા

  • Share this:
ગાંધીનગર : શિક્ષણ બોર્ડ દ્વારા 24 ઓગસ્ટના રોજ GUJCET પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. GUJCET પરીક્ષા રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે. જેમાં કુલ 1,27, 320 ઉમેદવારો નોંધાયેલા છે. આ પરીક્ષા 621 પરીક્ષા બિલ્ડીંગોમાં 6431 પરીક્ષાખંડોમાં યોજાશે. GUJCETની પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્ચ -2020 માં ધો-10 અને ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે.

ધો-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ પરીક્ષા રાજ્યના જિલ્લા મથકે 34 કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે. જેમાં 23830 ઉમેદવારો ઉપસ્થિત થશે. તે માટે રાજ્યના જિલ્લાના મુખ્ય મથકો પર કુલ 131 પરીક્ષા સ્થળોનો ઉપયોગ થશે અને 1147 પરીક્ષાખંડોમાં પરીક્ષા યોજાશે .



ધો -10ની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી રાજ્યના જિલ્લા મથકે 38 કેન્દ્રો પરથી લેવામાં આવશે. તે પરીક્ષામાં 1,31,901 ઉમેદવારો ઉપસ્થિત થનાર છે. 623 પરીક્ષા સ્થળોનો ઉપયૌગ થશે અને 6192 પરીક્ષાખંડોમાં પરીક્ષા થૌજાશે. COVID 19ની પરિસ્થિતિમાં લેવાનાર પરીક્ષાના સંદર્ભે અગ્રસચિવ શિક્ષણ દ્વારા જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરો અને જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને જરૂરી સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે.

આ પણ વાંચો - અયોધ્યા : 1000 વર્ષ સુધી બુલંદ રહેશે રામ મંદિર, દીવાલ પર તમે પણ નોંધાવી શકો છો નામ

પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળો પર વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે રાખવાની થતી તકેદારીઓ જેવી કે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝેશનની સુવિધા, થર્મલગનથી ટેમ્પરેચર ચેકીંગ, રૂમના બારી-બારણા ખુલ્લા રાખવા, માસ્ક ફરજીયાત પહેરીને જ પરીક્ષા સ્થળ પર પ્રવેશ તેમજ પરીક્ષાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરોક્ત તમામ વ્યવસ્થાઓની ચકાસણી માટે ઓબ્ઝર્વરની નિયુક્તિ તેમજ COVID-19 માટેના મોનિટરિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

જિલ્લા કક્ષાએ પરીક્ષા સ્થળો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સંબંધિત પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓને જાણ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી તેમજ જિલ્લા આરોગ્ય તંત્રને COVI-19ની ગાઈડલાઈન મુજબ પરીક્ષાના સંદર્ભે તકેદારી માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે સંકલન જાળવવા અને સહકાર આપવા જણાવેલ છે.
Published by:Ashish Goyal
First published:August 20, 2020, 19:40 pm

ટૉપ ન્યૂઝ