Home /News /gujarat /

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે રચાશે ત્રણ વિશ્વ વિક્રમ

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે રચાશે ત્રણ વિશ્વ વિક્રમ

વિશ્વમાં કદાવર નેતા તરીકે ઝડપથી ઉભરી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ પોતાના જન્મદિવસને ખાસ બનાવવાના છે. વડાપ્રધાનના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે ત્રણ વિશ્વ વિક્રમ બનવા જઇ રહ્યા છે.

વિશ્વમાં કદાવર નેતા તરીકે ઝડપથી ઉભરી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ પોતાના જન્મદિવસને ખાસ બનાવવાના છે. વડાપ્રધાનના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે ત્રણ વિશ્વ વિક્રમ બનવા જઇ રહ્યા છે.

નવસારી #વિશ્વમાં કદાવર નેતા તરીકે ઝડપથી ઉભરી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ પોતાના જન્મદિવસને ખાસ બનાવવાના છે. વડાપ્રધાનના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે ત્રણ વિશ્વ વિક્રમ બનવા જઇ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 67મા જન્મદિવસે નવસારીમાં દિવ્યાંગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અહીં ત્રણ વિશ્વ વિક્રમ અને એક નેશનલ રેકોર્ડ રચાવા જઇ રહ્યો છે. એક સાથે વધુ સંખ્યામાં વ્હિલચેર પર દિવ્યાંગ, સૌથી વધુ કાનના મશીનની વહેંચણી અને સૌથી વધુ તેલના દિવા પ્રગટાવવાનો વિક્રમ રચાશે.

11223 દિવ્યાંગોને 10.7 કરોડની સાધન સહાય

વડાપ્રધાન નરેન્દ્રની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા નવસારીના જમાલપુર ખાતે 17મી સપ્ટેમ્બરે બપોરે યોજાનાર આ કાર્યક્રમમાં 11223 દિવ્યાંગોને અંદાજે રૂ.10.7 કરોડની 17000 જેટલા ઉપકરણોની સાધન સહાય વિનામૂલ્યે વિતરણ કરાશે.

1000 દિવ્યાંગનો બનશે રેકોર્ડ

આ કાર્યક્રમમાં એક સાથે એક હજાર જેટલા દિવ્યાંગોને વ્હિલચેરમાં એક સાથે બેઠેલો ફોટો પણ વિક્રમ બનશે. અત્યાર સુધી આ રેકોર્ડ અમેરિકાના નામે છે. જેમાં વર્ષ 2010માં 346 દિવ્યાંગોએ એકસાથે ઉપસ્થિત રહી વિક્રમ સ્થાપ્યો હતો.

કાનના મશીનનો બનશે વિક્રમ

આ ક્રાયક્રમમાં એક હજાર જેટલા કાનની તકલીફવાળા દિવ્યાંગોને સાંભળવાના કાનના મશીન વિતરણ કરાશે. આ પણ એક નવો વિક્રમ બનશે એવું આયોજકોનું કહેવું છે.

1500 ઓઇલ દિવા ઝળહળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયોજિત આ કાર્યક્રમમાં દિવાનો પણ નવો વિક્રમ બનશે. અહીં એકસાથે 1500 જેટલા ઓઇલ દિવા પ્રગટાવવામાં આવશે જે પણ એક વિક્રમ બનશે.
Published by:user_1
First published:

આગામી સમાચાર