Home /News /gujarat /અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની હોટલ દિલ્હી જાયકા વેચાશે, આજે થશે હરાજી

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની હોટલ દિલ્હી જાયકા વેચાશે, આજે થશે હરાજી

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઇની સંપત્તિની આજે જાહેર હરાજી કરવામાં આવશે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હરાજી સવારે 11 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ હરાજી માટે સરકારે ત્રણ તબક્કા રાખ્યા છે જેને લઇને પોલીસ પણ એલર્ટ થઇ છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઇની સંપત્તિની આજે જાહેર હરાજી કરવામાં આવશે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હરાજી સવારે 11 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ હરાજી માટે સરકારે ત્રણ તબક્કા રાખ્યા છે જેને લઇને પોલીસ પણ એલર્ટ થઇ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઇની સંપત્તિની આજે જાહેર હરાજી કરવામાં આવશે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હરાજી સવારે 11 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ હરાજી માટે સરકારે ત્રણ તબક્કા રાખ્યા છે જેને લઇને પોલીસ પણ એલર્ટ થઇ છે.

મુંબઇના નાગપાડામાં દાઉદની એક હોટલ આવેલી છે દિલ્હી જાયકા. આ હોટલ આમ તો નાની અને જર્જરીત હાલતમાં છે પરંતુ આની કિંમત કરોડોમાં છે. કારણ કે આ પોશ વિસ્તારમાં આવેલી છે. 80ના દાયકામાં જ્યારે પોલીસે દાઉદ સામે ભીંસ વધારી તો તે મુંબઇ છોડી પોતાના ગૂંડાઓ સાથે અહીંથી ભાગી ગયો હતો. દાઉદના કાળા કારોબારનો જ આ એક ભાગ છે. પરંતુ હવે સરકાર આ હોટલની હરાજી કરવા જઇ રહી છે.

કહેવાય છે કે, આ પહેલા આ હોટલનું નામ રોનક અફરોજ હતું. પરંતુ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ એને સીલ કરવામાં આવી હતી અને એને દિલ્હી જાયકા નામ આપવામાં આવ્યું હતું. દિલ્હી જાયકાથી નજીકમાં આવેલી હોટલ ડિપ્લોમેટમાં દાઉદની સંપત્તિની હરાજી કરવામાં આવશે.

કેવી છે હોટલ દિલ્હી જાયકા : હરાજી થનાર હોટલ દિલ્હી જાયકા અંદાજે 45 ચોમી છે. જેની હરાજી માટે બેઝ પ્રાઇઝ 1.18 કરોડ રાખવામાં આવી છે. આ હરાજી પર સૌની નજર છે. તો ડી કંપની પણ ટક્કરમાં છે હવે જોવાનું એ છે કે આ સંપત્તિ કોણ ખરીદે છે. પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, મુંબઇ, હરાજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन