વિજય સુવાળાના રાજીનામાની જાહેરાત થતા આપમાં ખળભળાટ મચી ગયો હતો. આપ નેતા ઇશુદાન ગઢવી વિજય સુવાળાના ઘરે દોડી આવ્યા હતા
Gujarati singer Vijay Suvala - વિજય સુવાળાએ કહ્યું - મારા અંગત કારણોસર પાર્ટીમાં રાજીનામુ આપી રહ્યો છે. આમ આદમી પાર્ટીને યોગ્ય સમય આપી શકતો નથી. હવે મારા ગીતો અને ડાયરા પર વધુ ધ્યાન આપી શકીશ
અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં (Assembly elections-2022)યોજાવાની છે. ચૂંટણી વર્ષ દરમિયાન અનેક નેતાઓ પાર્ટી છોડી અન્ય પાર્ટીનો ખેસ ધારણ કરે છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)નેતા અને જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ (Vijay Suvala)આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુવાળાએ રાજીનામાની (Vijay Suvala quits AAP)જાહેરાત કરતા તેઓને મનાવવા માટે આપ નેતા ઇશુદાન ગઢવી (Isudan Gadhvi)વિજય સુવાળાના ઘરે પહોચ્યા હતા
અંગત કારણોસર પાર્ટીમાં રાજીનામુ આપી રહ્યો છું - વિજય સુવાળા
આપ નેતા વિજય સુવાળાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું હતુ કે મારા અંગત કારણોસર પાર્ટીમાં રાજીનામુ આપી રહ્યો છું. આમ આદમી પાર્ટીને યોગ્ય સમય આપી શકતો નથી. હવે મારા ગીતો અને ડાયરા પર વધુ ધ્યાન આપી શકીશ. આમ આદમી પાર્ટીએ મને ખુબ પ્રેમ આપ્યો છે. પાર્ટીમાં કોઇ નારાજગી નથી. મારા આત્માનો નિર્ણય છે કે હવે હું ડાયરા અને મારા આલ્બમ કરીશ. છેલ્લા બે મહિનાથી હું નિષ્ક્રિય જ હતો. હજુ કોઇ નક્કી કર્યું નથી કઇ પાર્ટીમાં જઇશ. હજુ કોઇ પાર્ટી સાથે સંપર્ક કર્યો નથી.
ઇશુદાન ગઢવી વિજય સુવાળાના ઘરે દોડી આવ્યા
વિજય સુવાળાના રાજીનામાની જાહેરાત થતા આપમાં ખળભળાટ મચી ગયો હતો. આપ નેતા ઇશુદાન ગઢવી વિજય સુવાળાના ઘરે દોડી આવ્યા હતા. અડધો કલાક બંધ બારણે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ઇશુદાન ગઢવી કહ્યું હતુ કે વિજય સુવાળા મારા નાના ભાઇ છે. તેઓ હંમેશા અમારા દિલમાં રહેશે. તેઓ સાથે ઘણી બધી વાતો કરી છે. તેઓને પોતાના કાર્યક્રમ હોવાના પગલે પાર્ટીમાં સમય ઓછો આપી શકે છે. વિજયભાઇ અમારી તમામ ઝુમ બેઠકમાં હાજરી આપી સૂચનો કરતા હતા. ઉત્તર ગુજરાતના પ્રભારી વિજય સુવાળા છે. વિજયભાઇએ સામેથી કહ્યું હતુ કે હું પાર્ટીમા સમય નથી આપી શકતો. વિજયભાઇએ મન બનાવ્યું છે તેઓ અમારી સાથે છે. રાજીનામું ન આપવા હાલ તેઓને કહ્યું છે.
વિજય સુવાળાએ ઇશુદાન ગઢવી સાથે મુલાકાત બાદ મીડિયા સામે કહ્યું હતુ કે હું વિચાર કરી મારો આખરી નિર્ણય જાહેર કરીશ. ઇશુદાન મારા મોટા ભાઇ છે. પાર્ટીમા લાવનાર ઇશુદાન ગઢવી જ છે. મારી ઘરે તેઓ ખુદ આવ્યા છે. તેથી હવે હું વિચારમાં પડી ગયો છું કે મારુ શું કરવું જોઇએ. હજુ કોઇ મે નિર્ણય કર્યો નથી .હજુ થોડું વિચારી મારો નિર્ણય જાહેર કરીશ.
નોંધનીય છે કે વિજય સુવાળા છેલ્લા અનેક મહિનાઓથી પાર્ટી કાર્યક્રમમાં નિષ્ક્રિય જોવા મળ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે તો કેમ મનામણા કરવા ઇશુદાન ગઢવી દોડી આવ્યા છે. શું આપમાં કોઇ અંદર ખાને મોટુ ઘમાસાણ ચાલી રહ્યું છે?