Home /News /gujarat /

કડી તા.પંચાયતમાં ભાજપનો એક સભ્ય કોંગ્રેસમાં જોડાતાં મારામારી, એકને ઇજા

કડી તા.પંચાયતમાં ભાજપનો એક સભ્ય કોંગ્રેસમાં જોડાતાં મારામારી, એકને ઇજા

કડી તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના એક સદસ્યને પોતાના તરફે ખેંચતાં ભારે ગરમાગરમી થઇ હતી. જે છેવટે મારામારીમાં બદલાતાં ભાજપના એક સદસ્યને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે હાલ પુરતાં ચૂંટણી સ્થગિત રાખવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
કડી # કડી તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના એક સદસ્યને પોતાના તરફે ખેંચતાં ભારે ગરમાગરમી થઇ હતી. જે છેવટે મારામારીમાં બદલાતાં ભાજપના એક સદસ્યને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે હાલ પુરતાં ચૂંટણી સ્થગિત રાખવામાં આવી છે.

kadi01

કડી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસને 14-14 બેઠકો મળી હતી. પરંતુ અપક્ષ 2 ઉમેદવારોએ ભાજપને ટેકો આપતાં આજે ભાજપ સત્તા હાંસલ કરે એવી સંભાવનાઓ પ્રબળ બની હતી. પરંતુ કોંગ્રેસે બાજી મારતાં ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું અને એક મહિલા સદસ્યને પોતાના તરફે કરવામાં સફળતા મેળવી હતી.

જેને પગલે ભાજપ અને કોંગ્રેસને 15-15 સભ્યોનું બહુમતી થતાં ટાઇ સર્જાઇ હતી. જેને પગલે મામલો ગરમાયો હતો અને સામસામે ખુરશીઓ ઉછળતાં ભાજપના એક સદસ્યને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી હાલ સ્થગિત રાખવામાં આવી છે.
First published:

Tags: કડી, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, તાલુકા પંચાયત, પ્રમુખ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन