અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળી, શું આવનારી ફિલ્મ માટે મલ્હારનો આ પબ્લિસિટી સ્ટંટ છે?

અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળી, શું આવનારી ફિલ્મ માટે મલ્હારનો આ પબ્લિસિટી સ્ટંટ છે?
શું આવનારી ફિલ્મ માટે મલ્હારનો આ પબ્લિસિટી સ્ટંટ છે? મલ્હારની પોસ્ટથી પ્રશંસકોએ ઉઠવ્યા સવાલ

ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરની પોસ્ટથી પ્રશંસકોએ ઉઠાવ્યા સવાલ

  • Share this:
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ જગતના અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળ્યા હોવાના સમાચારથી ચર્ચા છે. આખરે એવું તો શું થયું કે મલ્હારને ધમકીઓ મળી રહી છે. ન્યૂઝ18 ગુજરાતીએ આ માટે મલ્હાર ઠાકરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે કોઈ પ્રત્યુતર આપ્યો નથી. બીજી તરફ અમદાવાદના નામકરણ મામલે દરેક સ્થળ પર તેમની ઠેકડી ઊડી રહી છે. સાથે તેમને ધમકીઓ પણ મળી રહી છે.

આ મામલે મલ્હાર ઠાકરે પોતાનો પક્ષ સાચો છે એ કહેવા સોશિયલ મીડિયાના માધ્યમને પસંદ કર્યું છે જ્યાં પણ અમદાવાદીઓ નેગેટિવ અને પોઝિટિવ બંને રીતે કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો પબ્લિસ્ટી સ્ટંટ માની રહ્યા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે કોઈને સમય નથી તમને ટ્રોલ કરવાનો જૂનો આર્ટિકલ ફેરવીને ટ્રોલ કોણ કરે? તો ઘણા લોકો દેશના બંધારણમાં બોલવાની આઝાદી અંગે પણ મલ્હારની ફેવર કરી રહ્યા છે. આ વચ્ચે એ જાણી લો કે આખોય મુદ્દો ક્યાંથી ઉઠ્યો છે. ફેસબુક પોસ્ટમાં મલ્હારે લોકોને વિનંતી કરી છે કે ઇન્ટરવ્યૂની કોમેન્ટને બીજા અર્થમાં ન લો. હું અમદાવાદને અન્ય લોકોની જેમ જ પ્રેમ કરુ છું. આ સાથે જ તેણે વધુમાં લખ્યું કે, અમદાવાદને અમદાવાદ કે કર્ણાવતી કહીએ, ભાવના એ જ રહેશે.



આ પણ વાંચો - ગાંધીનગર : ખાદ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં હોબાળો

વાસ્તવમાં વર્ષ 2018માં અમદાવાદ એક જાણીતા અંગ્રેજી અખબારમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બદલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. જેમાં મલ્હાર દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે તે અમદાવાદ નામથી ખુશ છે અને ઘણા બધા ફ્રેન્ડ અમદાવાદ બહાર વિદેશમાં રહે તો અમદાવાદી કહેવાય છે. તેને લઇને તેને કોઈ વિરોધ નથી જે બાદ 2018નો તેનો આર્ટિકલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં મલ્હાર કેમ અમદાવાદનું નામ કર્ણાવતી નહીં કરવા અંગે પોતાનો મત આવો આપે છે.

શું આ પબ્લિસિટી સ્ટંટ છે?

લૉકડાઉન બાદ મલ્હારની ઘણી ફિલ્મો શૂટ થઈને રેડી થઈ ગઈ છે. જે પ્રોડ્યુસર અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન બાદ થિયેટરમાં જોવા મળશે. આમ તો બોલિવુડ હોય કે હોલિવુડ ફિલ્મ કલાકારો પબ્લિસિટી માટે બધુ જ કરતા હોય છે ત્યારે મલ્હાર માટે પણ એક સૂર એવો છે કે માત્ર ફેસબુક પોસ્ટ કરીને પોતાની વાત કહેતો મલ્હાર પબ્લિસિટી સ્ટંટ તો કરી રહ્યો નથીને?
Published by:Ashish Goyal
First published:March 04, 2021, 16:31 pm