રાજ્યમાં છેલ્લા એક દાયકામાં 45 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ

News18 Gujarati
Updated: October 23, 2019, 7:11 PM IST
રાજ્યમાં છેલ્લા એક દાયકામાં 45 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં વર્ષ 2009થી વર્ષ 2019 દરમિયાન રાજ્યમાં અનેક તબક્કે પેટાચૂંટણીઓ થઈ, જાણો ક્યા વર્ષે કઈ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : ગુજરાતની (Gujarat) રાજનીતિમાં (Politics) છેલ્લા એક દસકાથી (Decade) પેટાચૂંટણીનું (Bypolls) રાજકારણ ગરમાયુ છે. વર્ષ 2009થી વર્ષ 2019 દરમિયાન રાજ્યની જનતાએ 45 બેઠકોની પેટાચૂંટણી (Assembly bypolls) માં મતદાન કર્યું છે. પેટાચૂંટણી હોવાના પરિણામે મતદાનની ટકાવારી માં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દસકામાં ધરખમ પરિવર્તન આવ્યું છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી ઉપરાંત વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ વધારો થયો છે. છેલ્લા એક દસકામાં રાજ્યમાં 45 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ આવી છે. જો વર્ષે પ્રમાણે વાત કરવામાં આવે તો વર્ષ 2009ની લોકસભા ની ચૂંટણી બાદ 6 બેઠકો ની પેટા ચૂંટણી આવી હતી. જ્યારે વર્ષ 2010માં બે, વર્ષ 2011માં એક, વર્ષ 2012માં 1, વર્ષ 2013માં 5, વર્ષ 2014માં 15, વર્ષ 1016માં અને વર્ષ 2018માં 1અને વર્ષ 2019માં અત્યારસુધી કુલ 10 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે.

2009-6


2009 કોડીનાર
2009 દહેગામ2009 સમી
2009 ધોરાજી
2009 જસદળ
2009 ચોટીલા

2010-2

2010 કઠવાડા
2010 ચોટીલા

2011-1

2011 ખાડિયા

2012-1

2012 માણસા

2013-5

2013 લીમડી
2013 મોરવાહડફ
2013 જેતપુર
2013 ધોરાજી
2013 સુરત

આ પણ વાંચો : મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી

2014-15

2014 રાજકોટ વેસ્ટ
2014 લીમખેડા
2014 માતર
2014 આણંદ
2014 તળાજા
2014 માગરોળ
2014 ટનકાર
2014 મણિનગર
2014 ડીસા
2014 માંડવી
2014 લાઠી
2014 વિસાવદર
2014 હિંમતનગર
2014 રાપર
2014 અબડાસા

2016-1

2016 ચોરીયાસી

2018-1

2018 જસદણ

આ પણ વાંચો :  સાબર ડેરીની દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ, ફેટના ભાવમાં કિલોએ રૂ. 10નો વધારો

2019- 10

2019 માણાંવદર
2019 ધ્રાંગધ્રા
2019 જામનગર ગ્રામ્ય
2019 ઊંઝા
2019-રાધનપુર
2019-થરાદ
2019-બાયડ
2019-લુણાવાડા
2019-ખેરાલુ
2019-અરાઈવાડી

આ પણ વાંચો :  ધનતેરસ પહેલા સોના-ચાંદીના નવા ભાવ આવ્યા, ફટાફટ જાણી લો આજના ભાવ

ઓછું મતદાન
સામન્ય વિધાનસભાની ચૂંટણી કરતા પેટાચૂંટણીમાં છેલ્લા 10 વર્ષે ના આંકડા પ્રમાણે ઓછું જ મતદાન થયું છે. તેમાં પણ શહેરી વિસ્તારોની બેઠકોમાં હમેશા ખૂબ ઓછું મતદાન જોવા મળ્યું છે. વર્ષ 2014માં મણિનગર અને હવે વર્ષે 2019 માં અરાઈવાડી બેઠક પર આજ પ્રકારની મતદાન ની ટકાવારી જોવા મળી છે.

 
First published: October 23, 2019, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading