Home /News /gujarat /Gujarat Weather: કાતિલ ઠંડીનું જોર હજુ રહેશે, બે દિવસ બાદ તાપમાનમાં મોટા ફેરફાર થવાની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીનું જોર હજુ રહેશે, બે દિવસ બાદ તાપમાનમાં મોટા ફેરફાર થવાની આગાહી
ગુજરાતમાં પવનના સુસવાટા સાથે કાતિલ ઠંડી પડ્યા બાદ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Forecast: રાજ્યમાં પવનના સુસવાટા સાથે કાતિલ ઠંડી પડી રહી છે. અને આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ કાતિલ ઠંડી રહ્યા બાદ ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે હવામાન વિભાગે આગામી સમયમાં તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર દેશના અન્ય રાજ્યો પર પડી રહી છે. જેમાં દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં કોલ્ડ વેવની પણ અસર છે. ઠંડીના કારણે સામાન્ય જનજીવનની સાથે રેલવે અને ફ્લાઈટને પણ અસર થઈ રહી છે.
રાજ્યના સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હજુ બે દિવસ ઠંડીનો ચમકારો રહેશે અને તે પછી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. ઠડીના જોરમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઠંડી અંગે હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ રાજ્યમાં પડી રહેલી ઠંડી અંગે વાત કરતા જણાવ્યું છે, લઘુત્તમ તાપમાનમાં આગામી 2-3 દિવસમાં વધારો થવાની સંભાવના શુક્રવારે મનોરમા મોહંતીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લઘુત્તમ તાપમાનમાં 2-3 દિવસમાં વધારો થવાનો છે. જેમાં 2-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પછી કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીના ચમકારામાં સામાન્ય ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
" isDesktop="true" id="1315109" >
માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ ઠંડી
ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ ભારે ઠંડીએ પાછલા 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઠંડીમાં વધારો થતા અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઠંડીના કારણે મેદાનો અને જ્યા પાણી ભરાયેલા છે ત્યાં બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. તાપમાન માઈનસમાં જતું રહેતા વહેલી સવારે જાણે હિમવર્ષા થઈ હોય તેવો માહોલ અહીં જોવા મળે છે. પ્રવાસીઓને પણ આ કુદરતી નજરો જોઈને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે.