હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મંગળવારે 5 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે અને બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. મંગળવારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. મંગળવારે અને બુધવારે દરિયાકાંઠે 65 કિમી સુધીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.