Gujarat Weather Forecast: રાજ્યમાં દુષ્કાળના ડાકલા? 'ભાદરવો ભરપૂર' ન થાય તો ઘેરાઈ શકે જળ સંકટ, જાણો કેમ

રાજ્યમાં 47 ટકા વરસાદની ઘટ છે જ્યારે 37 દિવસો બાકી છે જો વરસાદ ન પડે તો મુશ્કેલી સર્જાવાની ભીતિ (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી ત્યારે શું દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે? ચોમાસાને હવે ફક્ત 37 દિવસ બાકી જાણો કેટલી છે વરસાદની ઘટ, ઝોન વાઇઝ કેટલો પડ્યો છે વરસાદ

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં (gujarat) આ વર્ષે મેઘરાજા (Rain) રિસાઈ ગયા હોવા તેવો માહોલ સર્જાયો છે. દર વખતે નવી નવી આગાહી આવે છે પરંતુ જોઈએ તેવો વરસાદ વરસતો નથી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હજુ સારો વરસાદ ન થાય તેવી આશંકા વ્યક્ત (Gujarat Weather Forecast) કરવામાં આવી છે. આ સ્થિતિમાં ચોમાસાની સિઝન (Monsoon 2021) હરણગતિએ આગળ વધી રહી છે. પસાર થઈ રહેલો પ્રત્યેક દિવસ ખેડૂતો (Farmers) સાથે સાથે આમ જનતાને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો ઓણુકી સિઝનમાં 'ભાદરવો ભરપૂર ન થાય' તો ગુજરાતમાં જળસંકટ (Gujarat Water Crisis) ઘેરાય તો પણ નવાઈ નહીં. હવામાન વિભાગની આ આગાહીના ઉપલક્ષમાં જાણો રાજ્યમાં કેટલા દિવસ બાકી છે ચોમાસાને છે અને ક્યાં વિસ્તારમાં વરસાદની કેટલી ઘટ છે.

    હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં રાજ્યમાં ચોમાસું સમાપ્ત થાય છે. આમ આ વર્ષે ચોમાસું ઘટમાં જ રહી જાય તેવી શક્યતા છે. રાજ્યમાં હાલની સ્થિતિમાં 47 ટકા વરસાગદની ઘટ છે. આ વર્ષે વરસાદ પૂરતો વરસ્યો નથી. રાજ્યમાં અત્યારસુધીમાં 42 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

    આ પણ વાંચો : પંમચહાલ : શિક્ષકો મોબાઇલમાંથી 'ચોરી' કરતા પકડાયા, સજ્જતા સર્વેક્ષણની 'કસોટી'નો ઉલાળિયો!

    રાજ્યમાં ઝોનવાર વરસાદની ચર્ચા કરવામાં આવે તો રાજ્યમાં દક્ષિણ ગુજંરાતમાં કુલ 51.17 ટકા વરસાદ વરસ્યો છે અને એવરેજ 29.44 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ 36.94 ટકા વરસાદ વરસ્યો છે કુલ વરસાદ 10.19 ઇંચ વરસ્યો છે. જ્યારે કે કચ્છમાં 31.74 ટકા વરસાદ પડ્યો છે. મધ્યગુજરાતમાં સરેરાશ 37.90 ટકા વરસાદ પડ્યો છે અને એવરેજ 12 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કે ઉત્તર ગુજરાતમાં 32.02 ટકા વરસાદ પડ્યો છે અને એવરેજ 9 ઇંચ વરસાદ પડ્યો છે.



    વરસાદની ઘટ 47 ટકા 

    કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદ પડ્યો નથી. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે જ્યારે હવે ચોમાસાને ફક્ત 37 દિવસ બાકી રહ્યા છે ત્યારે 47 ટકાની ઘટપૂરી ન થાય તેવી વકી છે.

    આ પણ વાંચો : શું ગુજરાતમાં ચોમાસું નબળું રહશે? જાણો કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદની છે ઘટ

    તો જળસંકટ ઘેરાઈ શકે

    દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સારા વરસાદની શક્યતા નથી.ઉપરાંત આ વર્ષે ચોમાસું નબળું રહે તેવી વકી છે. આમ આ સ્થિતિને જોતા સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ ઘેરાય તો નવાઈ નહીં
    Published by:Jay Mishra
    First published: