અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના (Gujarat Weather Forecast) વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે માવઠાની કોઈ સંભાવના નથી. ઉત્તર ભારતમાં (North India Cold) થઈ રહેલી હિમવર્ષાની (Snow Fall) અસર ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો સહિતના અન્ય રાજ્યોમાં કોલ્ડ વેવ અને ભારે ધૂમ્મસ છવાયલું રહે છે. રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને દિલ્હીમાં ભારે ઠંડીના કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. આવામાં ઉત્તરીય પવનોના કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની વકી વ્યક્ત કરવામાં આવી રહી છે. લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં કેવું રહેશે રાજ્યનું હવામાન? જે રીતે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે તેને જોતા રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ આગામી દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ સવારે અને સાંજ પછીના સમયમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં, ઉત્તરાયણ નજીક આવે ત્યારે ફરી એકવાર ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી રાખી છે.
પવનના સુસવાટા સાથે ઠંડીની અસર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેમાં પવનની ગતિ પણ મોટો ભાગ ભજવી રહી છે. રાજ્યની હવામાનની વેબસાઈટ પર રજૂ કરાયેલી વિગતો પ્રમાણે આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને તે પછી 2-4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યના તમામ વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને માવઠાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધુ છે.
ગઈકાલે રાજ્યનું સૌથી ઠંડું શહેર કચ્છનું નલિયા રહ્યું હતું જ્યાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ડીસામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. રાજ્યના લગભગ તમામ ભાગોમાં લઘુત્તમ તાપમાન 12થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
આ સિવાય અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 અને ગાંધીનગરનું 12 ડિગ્રી રહ્યું હતું. સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન રાજ્યના ઓખામાં 21 ડિગ્રી રહ્યું હતું. નોંધનીય છે કે પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેના કરતા વિપરિત હુંફાળા શિયાળો અનુભવાયો હતો.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર