Home /News /gujarat /2022માં મુખ્યમંત્રી ઠાકોર જોઈએ નહીં તો સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો : નવઘણજી ઠાકોર

2022માં મુખ્યમંત્રી ઠાકોર જોઈએ નહીં તો સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો : નવઘણજી ઠાકોર

2022માં મુખ્યમંત્રી ઠાકોર જોઈએ નહીં તો સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો : નવઘણજી ઠાકોર

પાટણમાં અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના નવઘણજી ઠાકોરનો હુંકાર, નવઘણજી ઠાકોરે ભાજપ, કોંગ્રેસ તેમજ આમઆદમી પાર્ટીને આપી ચીમકી

    અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષ કરતા વધારે સમય બચ્યો છે છતા રાજનીતિક પાર્ટીઓની સાથએ-સાથે બધા સમાજના લોકો પણ સક્રિય બની ગયા છે. પાટીદાર સમાજે આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી બાદ હવે ઠાકોર સમાજે પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી કરી છે.

    અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાગ રૂપે એક બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. નવઘણજી ઠાકોરે ભાજપ, કોંગ્રેસ તેમજ આમઆદમી પાર્ટીને ચીમકી આપી છે.

    નવઘણજી ઠાકોરે કહ્યું હતું કે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી મારો ઠાકોર જોઈએ. ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગણી ભાજપ, કોંગ્રસે અને આમ આદમી પાર્ટી પાસે કરે છે. આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અમારા ઠાકોર સમાજનો મુખ્યમંત્રી જાહેર નહીં કરો તો ઠાકોર સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો.

    આ પણ વાંચો - અમદાવાદ : સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજય વ્યાપી કૌભાંડ ઝડપાયું, આવી રીતે પાડતા ખેલ

    આ બેઠકમાં 2022ની વિધાનસભામાં ક્ષત્રિય ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાકોર સમાજ પહેલા પાટીદાર સમાજે પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી વાત કરી હતી. કાગવડના ખોડલધામે (Khodaldham) લેઉવા અને કડવા પાટીદાર સમાજના તમામ મોટા માથા એકઠા થયા. જેમાં ખોડલધામ મંદિરના પ્રમુખ નરેશ પટેલ પાટીદાર મુખ્યમંત્રી બને એવી ઈચ્છા પણ વ્યકત કરી હતી.
    " isDesktop="true" id="1108686" >

    તેમણે કહ્યું હતું કે કેશુભાઈ જેવો આગેવાન હજુ સુધી સમાજને મળ્યો નથી. સ્વાભાવિક છે કે દરેક સમાજ એવું ઈચ્છે કે એમના સમાજના મુખ્યમંત્રી હોય અને અમારો સમાજ પણ એવું ઈચ્છે કે અમારા સમાજનો મુખ્યમંત્રી બને. પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બને એવી ઈચ્છા કોની ન હોય? અમારી પણ ઈચ્છા છે કે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી બને.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Election 2022, Gujarat vidhansabha, Gujarat vidhansabha election 2022, Navghanji Thakor, Navghanji Thakor news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन