Home /News /gujarat /Student Exchange Program: ગુજરાત યુનિ.નાં વિધાર્થીઓ લદાખ યુનિ.માં ભણવા જશે
Student Exchange Program: ગુજરાત યુનિ.નાં વિધાર્થીઓ લદાખ યુનિ.માં ભણવા જશે
ગુજરાત યુનિ. વિધાર્થીઓ લદાખ યુનિ.માં ભણવા જશે
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીમાં ભણતા વિધાર્થીઓ લદાખ યુનિવર્સિટીમાં (Ladakh University) ભણવા જશે. સ્ટુડન્ટસ એકસચેન્જ અને જોઈન્ટ (Student Exchange & Joint Program) ડિગ્રી પ્રોગ્રામને લઈ ગુજરાત યુનિવર્સીટીએ લદાખ યુનિવર્સિટી સાથે MOU કર્યા છે.
અમદાવાદ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી (Ladakh University) વચ્ચે કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીનાં (Gujarat University) વાઈસ ચાન્સેલર અને લદ્દાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. એસ.કે. મહેતાની ઉપસ્થિતીમાં આ કરાર થયા છે. આ કેન્દ્ર જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રેન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાનાં મુદ્દાઓ સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ એમઓયુ લદ્દાખમાં જ્ઞાનની વહેંચણી અને નીતિ વિકાસને મજબૂત કરવા માટે બંને સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે યુનિવર્સિટી ઓફ લદાખ સાથે એક હસ્તાક્ષર કર્યા છે. તેના સંદર્ભમાં જોઈન્ટ રિસર્ચ પ્રોગ્રામ, જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ, સર્ટિફિકેશન, એકસચેન્જ ઓફ સ્ટુડન્ટસ, એકસચેન્જ ઓફ ફેકલ્ટી તેમજ ઇનોવેશન અને સ્ટાર્ટઅપને લઈને લદાખ માંથી ઘણું બધું થઈ શકે તેમ છે.
લદાખની વનસ્પતિ, ત્યાંના પ્રાણીઓના જીંશ માં કૃષિ અને વેટરનરી આ બંને વિષયમાં રીસર્ચ, પ્રોજેક્ટ અને પબ્લિકેશન કરવામાં આવશે. તે અનુસંધાને જોઇન્ટ ડિગ્રી આપણા ત્યાં ક્રેડિટસ આપવામાં આવે તે યુનિવર્સિટી ઓફ લદાખ એક્સેપટ કરશે અને ત્યાં જે ક્રેડિટસ આપવામાં આવે છે તેને ગુજરાત યુનિવેરસિટીના અલગ અલગ કોર્ષમાં ઇમ્પ્લીમેન્ટ કરાશે. વિધાર્થી પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરશે. તેઓના રહેવા, જમવાની વ્યવસ્થા ગુજરાત યુનિવર્સિટી કરશે.
યુનિવર્સિટી ઓફ લદાખના વાઇસ ચાન્સેલર પ્રો. એસ કે મહેતાએ જણાવ્યું કે અમારી નવી યુનિવર્સિટી છે અમને લાગે છે કે આ કરારથી વધુમાં વધુ ફાયદો યુનિવર્સિટી ઓફ લદાખને થશે. અમારા વિધાર્થીઓને પણ એકસપોઝરની જરૂર છે. ગુજરાતનું કલચર, યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ઇન્કયુબેશન સેન્ટરનો અમારા વિધાર્થીઓને ફાયદો થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર