Home /News /gujarat /

કોલેજીયનોની તમામ સેમેસ્ટરોમાં 70 ટકા હાજરી નહીં હોય તો કરાશે નપાસ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવો નિયમ બનાવાયો છે. જેમાં તમામ સેમેસ્ટરોમાં 70 ટકા હાજરી ફરજીયાત કરાઇ છે. કોઇપણ વિદ્યાર્થીની 70 ટકા હાજરી નહીં થાય તો પાસ નહીં કરાય તેવું જાહેર કરાયું છે. તમામ કોલેજોમાં વર્ષ 2016થી નિયમ લાગુ કરાશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવો નિયમ બનાવાયો છે. જેમાં તમામ સેમેસ્ટરોમાં 70 ટકા હાજરી ફરજીયાત કરાઇ છે. કોઇપણ વિદ્યાર્થીની 70 ટકા હાજરી નહીં થાય તો પાસ નહીં કરાય તેવું જાહેર કરાયું છે. તમામ કોલેજોમાં વર્ષ 2016થી નિયમ લાગુ કરાશે.

તેમ જ કેરી ફોરવર્ડ સિસ્ટમ મામલે ગુજરાત યુનિવર્સિટીએ હવે નીયમ કર્યો છે કે, તમામ સેમ.પાસ કરશે તો જ આગળના સેમેસ્ટરમાં વિદ્યાર્થીને મોકલવામાં આવશે. એકથી ત્રણ સેમેસ્ટર પાસ હશે તો પાંચમા સેમેસ્ટરમાં જઈ શકશે. અત્યાર સુધી વિદ્યાર્થી 6 સેમેસ્ટર સુધી કેરી ફોરવર્ડ થતા હતા. વિદ્યાર્થીઓ પાસ થાય તે માટે નિર્ણય લેવાયો છે.

વિદ્યાર્થીઓને મળતા ઈન્ટરનલ માર્ક રદ કરાશે

ગુજરાત યુનિર્વસીટીનો 55 વર્ષ નો નિયમ બદલાઇ રહ્યો છે.ગુજરાત
ની સૌથી મોટી એવી ગુજરાત યુનિર્વસીટીમા અત્યાર સુધી વિદ્યાર્થીઓ ને
ઇન્ટર્નલ માર્કસ આપવામા આવતા હતા.અને તેની પરિક્ષા લેવામા આવતી હતી. જો કે આ પરિક્ષાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હતો.જેને લઇને યુનિર્વસીટીએ ઇન્ટર્નલ પરિક્ષા રદ કરીને વિદ્યાર્થીઓ માટે વાયવા લેવાય તેવી રજૂઆત કરવામા આવી છે. જો કે આ અંગે યુનિર્વસીટીએ 3 સભ્યો ની કમિટી બનાવી છે.
First published:

Tags: અભ્યાસ, ગુજરાત, ગુજરાત યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ, શિક્ષણ

આગામી સમાચાર