મહત્વનો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટીની 2 અને 13 જુલાઈએ યોજાનાર પરીક્ષા મોકૂફ


Updated: June 18, 2020, 9:15 PM IST
મહત્વનો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટીની 2 અને 13 જુલાઈએ યોજાનાર પરીક્ષા મોકૂફ
ગુજરાત યુનિવર્સિટીની 2 અને 13 જુલાઈએ યોજાનાર પરીક્ષા મોકૂફ

પરીક્ષા વ્યવસ્થા સંચાલન સમિતિએ આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેવામાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સમિતિની બેઠક માં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં આગામી 2 જુલાઈ અને 13 જુલાઈના રોજ જે પરીક્ષાનું આયોજન કરાયું હતું તે પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અમદાવાદમાં વધી રહેલા કેસો આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. લૉકડાઉનના કારણે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અટકી પડી હતી. જે ત્રણ મહિનાનો સમય વીતતા આખરે યુનિવર્સિટીના સંચાલકોએ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો. કોરોનાને લઈ તમામ નિયમોના પાલન સાથે આ આયોજન કરાયું હતું. જોકે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે પરીક્ષા સમિતિની બેઠકમાં પરીક્ષાને લઈને ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આગામી 2 જુલાઈ અને 13 જુલાઈથી યુનિવર્સિટી અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવાની હતી પરંતુ પરીક્ષા વ્યવસ્થા સંચાલન સમિતિએ આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો તરફથી મળેલી રજૂઆત અને વિરોધ બાદ કોરોનાની પરિસ્થિતિને લઇ પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે. આગામી દિવસોમા ગુજરાત યુનિવર્સિટી આ પરીક્ષાની તારીખો નક્કી કરી જાહેર કરશે.

આ પણ વાંચો - મોરારિબાપુ પર પબૂભા માણેકે કર્યો હુમલાનો પ્રયાસ, સાંસદ પૂનમબેન માડમે વચ્ચે પડી બચાવ્યા

બીજી તરફ NSUIના મહામંત્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો જે મુદ્દે પરીક્ષા સમિતિના અધિકારીઓ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને કુલપતિને વારંવાર રજુઆત કરી હતી. જો પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બનત. યુનિવર્સિટી સંલગ્ન 300 થી વધુ કોલેજોના UG અને PGના અંદાજે 50 હજાર વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય છે. આ અગાઉ બીજા અને ચોથા સેમિસ્ટર માટે માસ પ્રમોશન માટે રજુઆતો બાદ નિર્ણય લેવાયો હતો.

જોકે મહત્વની વાત એ છે કે હાલ ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલની પરીક્ષાઓ કાઉન્સિલની સમય મર્યાદામાં પૂરી કરવાની હોવાથી તેના નિર્ધારિત સમય પર એટલે કે જુલાઈ માસની 27 જુલાઈથી શરૂ થશે. જે માટે પણ તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.
First published: June 18, 2020, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading