Home /News /gujarat /

વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદત વધી

વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદત વધી

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે.

    ન્યૂઝ18 ગુજરાતી : HSRP લગાવવાની મુદતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. હવે 31મી ઓગસ્ટ, 2019 સુધીમાં વાહનોમાં HSRP લગાવવી ફરજીયાત છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે.

    રાજ્યમાં 16 નવેમ્બર, 2012થી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે.

    રાજ્યના જૂના વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તા.31/05/2019 જાહેર કરવામાં આવી હતી. જોકે, હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે જનતાનો આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની તારીખ 31 ઓગષ્ટ 2019 સુધી લંબાવવામાં આવી છે.

    આ તારીખ સુધીમાં જનતાએ વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાડવી ફરજિયાત રહેશે. આ આખરી મુદત બાદ એટલે કે પહેલી સપ્ટેમ્બર 2019થી HSRP વિનાના વાહનો સામે સબંધિત તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર તરફથી જણાવવામાં આવ્યું છે.

    આ પહેલા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે સાત વખત સમય મર્યાદામાં વધારો કરાયા બાદ સરકાર તરફથી કદાચ મુદતમાં વધારો કરવામાં ન આવે. જોકે, અમદાવાદ અને શહેરમાં અનેક વાહોનમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી મુદતમાં ફરી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: HSRP, Number plate, Vehicle, આરટીઓ, ગુજરાત

    આગામી સમાચાર