ગુજરાતીઓની ચિંતા વધી! પુરા દેશમાં આ 7 રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો કોરોના, લીસ્ટમાં ગુજરાતનો પ્રથમ નંબર

ગુજરાતીઓની ચિંતા વધી! પુરા દેશમાં આ 7 રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો કોરોના, લીસ્ટમાં ગુજરાતનો પ્રથમ નંબર
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસ દરેકને ચિંતામાં નાખી દીધા છે. શુક્રવારે દેશમાં પહેલી વાર કોરોનાના 6654 નવા કેસ સામે આવ્યા. કોરોનાના નવા કેસ સામે આવતા દેશમાં કોરોનામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,25,101 થઇ. શુક્રવારે કોવિડ 19 (Covid 19)થી 137 લોકોની મોત થઇ. દેશમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3,720 સુધી પહોંચ્યો છે. ભારતમાં કોરોના વાયરના વધતા કેસને જોતા વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ભારતના સાત રાજ્યોમાં લોકડાઉન (Lockdown)માં છૂટ ન આપવાની સલાહ આપી છે.

હાલમાં જ આઈઆઈટી દિલ્હીની એક સ્ટડીમાં એ વાતનો ખુલાસો થયો છે કે, કોરોના વાયરસ પૂરા ભારતની તુલનામાં દેશના સાત રાજ્યોમાં વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે.

 • Share this:
  અમદાવાદ: ભારત કોરોના વાયરસના બચાવ માટે લગાવવામાં આવેલા લોકડાઉનને ખતમ કરવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હાલમાં જ આઈઆઈટી દિલ્હીની એક સ્ટડીમાં એ વાતનો ખુલાસો થયો છે કે, કોરોના વાયરસ પૂરા ભારતની તુલનામાં દેશના સાત રાજ્યોમાં વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, પ્રથમ નંબર પર ગુજરાત, ત્યારબાદ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને સાતમો નંબર ઝારખંડનો છે. આ સાત રાજ્યોમાં ભારતના કુલ કેસમાંથી બે-તૃતિયાંસ કેસ છે.

  ગુજરાતમાં સૌથી વધારે ટ્રાસમિશન રેટ


  23 એપ્રિલે સામે આવેલા આ ડેટાને આઈઆઈટી દિલ્હીના નવા ડેશબોર્ડ PRACRITIએ વિકસિત કર્યો છે. આ ડેશબોર્ડ બતાવે છે કે, દેશના 19 રાજ્યો અને 100 જિલ્લામાં ટ્રાશમિશનનો રેટ 60 ટકા છે. આ ડેટા અનુસાર, ગુજરાતમાં ટ્રાશમિશનનો રેટ (R0) સૌથી વધારે જેમ કે 3.3 છે. R0 વ્યક્તિઓની એવરેજ સંખ્યા છે, જે એક બિમાર વ્યક્તિ એવા સમૂહમાં સંક્રમિત થાય છે, જેમાં પ્રતિરક્ષા નથી હોતી. એવામાં એવરેજ એક સંક્રમિત વ્યક્તિ 3.3 લોકોને સંક્રમિત કરી શકે છે. શુક્રવારે 24 કલાકમાં 191 નવા કેસ સામે આવ્યા બાદ ગુજરાતમાં સંક્રમિતોનો આંકડો વધી 2815 થઈ ગયો છે.

  પોર્ટલ દેખાડે છે કે, 100માંથી માત્ર 28 જિલ્લામાં ટ્રાશમિશન રેટ દેશના ટ્રાંશમિશન રેટ 1.8થી વધારે છે. આ 28 જિલ્લા 9 રાજ્યો - રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને પંજાબમાં છે.

  રાજ્યની તુલનામાં કેટલાક જિલ્લામાં ઝડપથી સંચરણ
  કેરળ, હરિયાણા અને તામિલનાડુના પ્રકોપમાં ઘટાડો નોંધાયો છે, અને ટ્રાશમિશનનો દર એકથી પણ ઓછો છે. પૂરા રાજ્ય R0 0.93 પર ઓછા હોવા છતા, 6 જિલ્લામાં ટ્રાશમિશનનો દર વધારે છે. ઉદાહરણ માટે તામિલનાડુના તેનકાસીને લઈએ, જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય એવરેજથી ઉપર ટ્રાશમિશનનો દર 6.27 છે. વિશેષ રૂપથી, ભારતમાં 28 જિલ્લા એવા છે, જ્યાં રાજ્યની તુલનામાં સંચરણનો દર વધારે છે.

  શોધકર્તાઓએ કહ્યું કે, 18 જિલ્લામાં 20થી ઉપરના કેસલોડ છે, જેમાં ટ્રાશમિશનની સંખ્યામાં અસંગત સ્પાઈક જોવા મળ્યો છે, જેથી કોઈ સંચરણ દર કામ નકરી શકે. તે મોટાભાગના તેલંગણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમબંગાળ, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં છે.

  24 હજારથી વધારે સંક્રમણના મામલા
  દેશમાં કોરોના વાયરસથી અ્યાર સુધી 775 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 24 હજારથી વધારે પહોંચી ગઈ છે. શુક્રવારે સાંજથી અત્યાર સુધી 52 લોકોના મોત થયા છે, જેમાંથી 18 મહારાષ્ટ્રમાં. 15 ગુજરાતમાં, 9 મધ્ય પ્રદશમાં, 3-3 દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં, 2 તામિલનાડુમાં અને 1-1 પંજાબ અને ઉત્તર પ્રદેશમાં. યૂપીમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થઈ ચુક્યા છે, તામિલનાડુમાં 22 જ્યારે કર્ણાટક અને પશ્ચિમબંગાળમાં 18-18 લોકોના મોત થયા છે.
  Published by:News18 Gujarati
  First published:April 25, 2020, 18:20 pm

  ટૉપ ન્યૂઝ