GTUમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, ગંભીર ચૂક પાછળ જવાબદાર કોણ?

સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી છે.

  • Share this:
    અમદાવાદ: છાશવારે વિવાદોમાં રહેતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પરીક્ષાને લઈ વિવાદમાં સપડાઈ છે. કોરોનાના વધતા કેસને પગલે ઓનલાઈન એક્ઝામ લેવાઈ રહી છે. ત્યારે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા GTU માં હડકમ્પ મચ્યો હતો. જોકે, સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી છે.

    કોરોનાના કેસ વધી રહ્યા છે જેને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઇ રહી છે. જોકે, ઓનલાઇન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા GTUમાં હડકમ્પ મચવા પામ્યો હતો. GTU  વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. આ અંગે GTU ના રજિસ્ટ્રાર કે. એન.  ખેરે સાયબર ક્રાઇમને એક ફરિયાદ આપી છે.

    આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના પ્રથમ કેસથી આજદિન સુધી 7,64,777 ટેસ્ટ, જુલાઇમાં જ અડધાથી વધુ ટેસ્ટ થયા

    આ ફરિયાદ નોંધાતા ડેટા લોકલ સર્વરમાંથી લીક થયો કે ક્યાંથી તેની તપાસ શરૂ કરાઇ છે. વિદ્યાર્થીઓના ફોટા અને આઈડી લીક થયા છે. પરીક્ષાની કોઈ માહિતી કે પેપર લીક થયું નથી. એજન્સી દ્વારા ડેટા લીક થયો કે કેવી રીતે તેની તપાસ ચાલી રહી છે. 1260 વિદ્યાર્થીઓનો ડેટા લીક થયો હોય એવું લાગે છે. જેમાં પ્રિ ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓનો ડેટા હોય તેવું લાગે છે. ડેટા લીક મામલે કોન્ટ્રાકટ લેનાર એજન્સીની કોઈ સંડોવણી છે કે કેમ તે પણ તપાસ કરાશે.

    આ પણ જુઓ - 



    જોકે, સવાલ એ થાય છે કે પરીક્ષાને લઈને જે આઈડી પૃફ આધાર કાર્ડ, આપ્યા હતા તે લીક થયા છે. જો મોબાઈલ માંથી વિદ્યાર્થીઓના અન્ય અગત્યના ડેટા અને બેન્ક ડિટેઇલ પણ લીક થઈ હશે તો તે માટે જવાબદાર કોણ? સમગ્ર બાબતે હવે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી આ કરતુત કરનારની શોધખોળ હાથ ધરી છે.
    Published by:user_1
    First published: