કોરોના વાયરસ : રાજ્યમાં સ્કૂલો બંધ, શિક્ષણ વિભાગ હવે કરાવશે ઓનલાઇન અભ્યાસ

News18 Gujarati
Updated: March 23, 2020, 4:17 PM IST

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, નિષ્ણાંત શિક્ષકો ટીવીના માધ્યમથી ભણાવશે

  • Share this:
ગાંધીનગર : વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસના કારણે વિશ્વ થંભી ગયું છે. ભારતમાં વાયરસ વધારે ના ફેલાય તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જોકે સાવચેતીના ભાગરુપે ગુજરાતમાં રાજ્યભરની શાળાઓ 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વિદ્યાર્થીઓને ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે. જે અંતર્ગત ન્યૂઝ 18 ગુજરાતી પર બપોરે 3 થી 4 અને રાત્રે 11.30થી 12 કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.

કોરોના વાયરસની પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્ય મંત્રી વિજય રુપાણીની પ્રેરણાથી ગુજરાતમાં એક અભિનવ પ્રયોગ કર્યો છે. રાજ્યના ધોરણ 7 થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી ગુજરાતી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે સ્કૂલો 29 માર્ચ સુધી બંધ છે. બાળકો ઘરે બેસીને અલગ-અલગ વિષયોનો અભ્યાસ કરી શકે તેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિષયના નિષ્ણાત અનુભવી શિક્ષકોના રેકોર્ડેડ અને લાઇવ પ્રવચનો અલગ-અલગ 13 જેટલી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર મુકવાનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો - ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, હવે પ્રમોશનમાં નહીં મળે અનામત

વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનો અભ્યાસ કરી શકશે. આવતીકાલ ગુરૂવાર તા. 19 માર્ચથી દરરોજ 1-1 કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7 થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.
First published: March 18, 2020, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading