ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

પ્રદીપસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું

 • Share this:
  અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારે થઇ રહ્યો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રદીપસિંહે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી.

  પ્રદીપસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી તમને બધાને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

  આ પણ વાંચો - સરકારી કચેરીમાં જ છોટાઉદેપુરના DYSPના બર્થ ડેની ઉજવણી કરાઇ, નિયમોના ધજાગરા ઉડ્યા

  ખોટી રીતે મોટા બિલ બનાવનાર હોસ્પિટલો સામે કાર્યવાહી થશે - નીતિન પટેલ

  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજયમાં વધતા કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પણ કોરોનાના પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરે અને સંયમ રાખી સહયોગ આપે એ જરૂરી છે. રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે. આ માટે રાજય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે.આ ટીમો આવતીકાલથી જ રાજયની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.

  તેમણે કહ્યું કે રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની આવશ્યકતા જણાતી નથી. કોર કમિટીમાં ચર્ચા બાદ જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે.
  Published by:Ashish Goyal
  First published:April 03, 2021, 19:58 pm

  ટૉપ ન્યૂઝ