Home /News /gujarat /

રાજ્ય સરકારની પોલીસ વિભાગને મોટી ભેટ, 550 કરોડના ભંડોળને આપી મંજૂરી

રાજ્ય સરકારની પોલીસ વિભાગને મોટી ભેટ, 550 કરોડના ભંડોળને આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

Gujarat police department 550 crore fund : રાજ્ય સરાકારે (Gujarat Goverment) ગુજરાત પોલીસ (Gujarat Police) પરિવારને મોટી બેટ આપી છે. સરકારે પોલીસ વિભાગને 550 કરોડના ભંડળને મંજૂરી આપી છે.

    રાજ્ય સરકાર (Gujarat Goverment) દ્વારા પોલીસ વિભાગ (Gujarat Police) માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પોલીસ ભંડોળને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સરકાર દ્વારા આ જાહેરાતથી પોલીસ પરિવારને ફાયદો થશે.

    રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિગતવાર જાહેરાત કરાય તે પહેલા ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.




    આ સિવાય બીજા એક ટ્વીટમાં જણાવ્યું કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gujarat goverment, Gujarat police

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन