coronaની સ્થિતિમાં રાત-દિવસ એક કરી રહેલા રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિને ઓળખો


Updated: March 28, 2020, 7:16 PM IST
coronaની સ્થિતિમાં રાત-દિવસ એક કરી રહેલા રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિને ઓળખો
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

જયંતી રવી ૧૧ જેટલી ભાષાઓ જાણે છે. તેઓએ સંસ્કૃત ભાષામાં- અંગ્રેજીમાં ઘણા પુસ્તકો લખ્યા છે, શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે

  • Share this:
કોરોનાની મહામારીમાં pm નરેન્દ્ર મોદીએ દેશભરમાં ૨૧ દિવસનું lockdown જાહેર કર્યું છે. આ lockdown દરમિયાન પોલીસ કર્મીઓ, પત્રકારો, ડોક્ટરો, સફાઈ કર્મચારીઓ સૌ કોઈ પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરી રહ્યા છે. પરંતુ જેના માટે તેઓ સંનિષ્ઠ થઇને બનીને કામ કરી રહ્યા છે તે લોકો જ ઘરના બદલે ઘર બહાર લટાર મારવા જવાનું પસંદ કરે છે.

એક બાજુ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે, પ્રધાનમંત્રીથી માંડીને નાના કર્મચારી સુધી તમામ લોકો રાત દિવસ એક કરી પ્રજાની સેવા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ લોકોની સેવાની કદર કરવાને બદલે ઘરમાથી કંટાળીને લટાર મારવા નીકળી પડતા લોકોને પકડી પકડીને સ્થાનિક પોલીસે ડબ્બામાં પૂરવા પડે છે-ગુનો નોંધવા પડે તેવી સ્થિતિનુ નિર્માણ ખરેખર લોકતંત્ર માટે શરમજનક છે. અને પ્રજાએ તેમના માટે નિષ્ઠા પૂર્વક કામ કરી રહેલા તેમની આસપાસના લોકોને ઓળખવાની તેમની કદર કરવાની જરુર છે.

જે લોકો નિષ્ઠાપૂર્વક પ્રજા માટે તેની ફરજ બજાવી રહ્યા છે, તેવા કર્મચારીઓ અને અધિકારીઓની વચ્ચે આજે આપણે વાત કરીશું રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિની. ડોક્ટર જયંતિ રવિ આરોગ્ય વિભાગના અગ્રસચિવ છે. આ અધિકારી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે છેલ્લા દસ દિવસથી સતત ૨૦ કલાક કામ કરી રહ્યા છે.

કોરોનાની મહામારીમાં પણ પોતાના પરિવારની પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર સતત ૨૦ કલાક કામ કરી રહેલા આ મહિલા અધિકારી પ્રજાને વિનંતી કરી રહ્યા છે કે અમે આપના સ્વાસ્થય અને સગવડની ચિંતા કરી રહ્યા છીએ, આપ મહેરબાની કરીને અમારી નિષ્ઠા- પ્રામાણિકતાની કદર કરો અને ઘરમાં રહો.

ડોક્ટર જયંતિ રવિ પોતાના કામને લઈને કટિબદ્ધ છે, સીએમ અને ડે.સીએમ સહિત આખો આરોગ્ય વિભાગ આ મહામારીમાંથી ગુજરાતને બહાર લઇ આવવાના પ્રયત્નો કરી રહ્યુ છે. ત્યારે , લોકોએ તેમને સહકાર આપવાની જરૂર છે જેથી ગુજરાત ઝડપથી કોરોના મુક્ત થઈ શકે.

આરોગ્ય વિભાગની તેમજ રાજ્ય સરકારની મહા મહેનતે કોરોનાની અસર મહદ અંશે ઓછી કરવામાં ગુજરાત સફળ રહ્યું છે. ત્યારે, પ્રજાના હિત માટે જે આરોગ્ય અગ્રસચિવ પોતાના રાત-દિવસ એક કરી રહ્યા છે તે ડોક્ટર જયંતિ રવિ કોણ છે? તેના વિશે પણ જાણવુ જરુરી છે.વર્ષ 2002માં ડોક્ટર જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા, ત્યારબાદ ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય, શિક્ષણ વિભાગ, જેવા વિભાગોમાં તેમનુ મહત્વનું યોગદાન રહ્યુ. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા તરીકે પણ જાણીતા છે..

તેઓ ૧૧ જેટલી ભાષાઓ જાણે છે. તેઓએ સંસ્કૃત ભાષામાં- અંગ્રેજીમાં ઘણા પુસ્તકો લખ્યા છે, શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. તેઓ મૂળ દક્ષિણ ભારતના છે અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે.

ત્યારબાદ મેનેજમેન્ટ વિષયમાં પણ પીએચડી કર્યું છે. આટલું ભણ્યા બાદ પણ સતત મૃદુભાષી અને જમીનને જોડાયેલા રહેલા અધિકારી લોકોને અપીલ કરી રહ્યા છે, સહકારની અપીલ કરી રહ્યા છે કે lockdownનું સંપૂર્ણપણે પાલન કરો.
First published: March 28, 2020, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading