ભારે વરસાદના પગલે રવિવારે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી

Jay Mishra | News18 Gujarati
Updated: August 10, 2019, 3:08 PM IST
ભારે વરસાદના પગલે રવિવારે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી
પ્રતિકાત્મક તસવીર

આવતીકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બે પરીક્ષાઓ યોજાવાની હતી, પરીક્ષાની નવી તારીખો આગામી દિવસોમાં જાહેર થશે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકાર થયો છે. દરમિયાન આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રવિવારે 11મી ઑગસ્ટના રોજ યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ આવતીકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બે પરીક્ષાઓ યોજાવાની હતી. સવારે ઇલેક્ટ્રીકલ એન્જિનિયરની જગ્યાઓ માટે અને સાંજે કમ્પ્યુટર એન્જિનિયરોની જગ્યા માટે બહાર પડેલી ભરતીની પરીક્ષાઓ યોજાવાની હતી.

આ પણ વાંચો :  રાજ્યમાં વરસાદથી 11નાં મોત, 6 હજાર લોકોનું સ્થળાંતર

સરકાર દ્વારા આ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આ સાથે જાહેરાત કરાઈ છે કે પરીક્ષાઓનું આગામી શિડ્યૂલ આગામી દિવસોમાં જાહેર કરાશે.  શુક્રવાર સાંજથી સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, બોટાદ, ગીર જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે અછતની જે ગાઇડલાઇન છે તેનાથી વધારે વરસાદ રાજ્યના તમામ 251 તાલુકાઓમાં પડ્યો છે. એટલે કે રાજ્યના 251 તાલુકામાં 125 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયો છે. શનિવાર સાંજ સુધી રાજ્યમાં સિઝનનો 80 ટકા વરસાદ પડે તેવી શક્યતા છે.
First published: August 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading