Home /News /gujarat /પેપર લીક બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: ઉમેદવારો ફ્રીમાં ગુજરાત એસ.ટીમાં જઇ શકશે

પેપર લીક બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: ઉમેદવારો ફ્રીમાં ગુજરાત એસ.ટીમાં જઇ શકશે

ગુજરાત એસટીમાં ઉમેદવારો હોલ ટિકિટ બતાવીને મફતમાં મુસાફરી કરી શકે છે.

Junior clerk exam paper leak: ગુજરાત એસ.ટી બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશ પત્ર/હોલ ટિકિટ અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગાંધીનગર: ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા આજે સવારે 11 કલાકે યોજવામાં આવી હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પોલીસે વડોદરાથી એક યુવકની ધરપકડ કરી લીધી છે. આ ઇસમ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી હતી. જે બાદ પુછપરછ બાદ પોલીસે યુવકની ઘનિષ્ઠ પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. જુનિયર ક્લાર્ક માટે 1181 જગ્યા બહાર પાડવામાં આવી હતી. જે માટે 9.53 લાખ ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા. જોકે, આ સમાચાર મળતાની સાથે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરીક્ષા માટે કેટલાય વિદ્યાર્થીઓ અટવાયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાત એસટીમાં ઉમેદવારો હોલ ટિકિટ બતાવીને મફતમાં મુસાફરી કરી શકે છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે કે, આ પરીક્ષા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મૂળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશ પત્ર/હોલ ટિકિટ અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

એસટી બસમાં વિનામુલ્યે મુસાફરી


આ પણ વાંચો: કોંગ્રેસે કહ્યું- 'સરકારે કડક પગલા ભરવાની જરુર

ઇસમ પાસેથી મળી આવી પ્રશ્નપત્રની નકલ


પોલીસ તરફથી મળેલી માહિતી પ્રમાણે, પોલીસને મળેલી બાતમીનાં આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વ્યક્તિની વડોદરાથી ધરપકડ કરીને ઘનિષ્ઠ પુછપરછ કરતા તેની પાસેથી આ પરીક્ષાનાં પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી.



આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પંચાચત સેવા પસંદગી મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોનાં વિશાળ હિતમાં આજે સવારે 11 કલાકે યોજાનારી પરીક્ષા મોકુફ કરવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
First published:

Tags: Gujarat Education, Paper leak, અમદાવાદ, ગુજરાત

विज्ञापन