ગુજરાત સરકારે ટ્રાફિક દંડ ઘટાડતાં ગડકરીએ કહ્યુ, 'કોઈ રાજ્ય આવું ન કરી શકે'

News18 Gujarati
Updated: September 11, 2019, 11:52 AM IST
ગુજરાત સરકારે ટ્રાફિક દંડ ઘટાડતાં ગડકરીએ કહ્યુ, 'કોઈ રાજ્ય આવું ન કરી શકે'
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (ફાઇલ તસવીર)

નિતિન ગડકરીએ કહ્યુ, 'મોટર વ્હીકલ સંશોધન બિલમાં કોઈ પણ રાજ્ય ફેરફાર ન કરી શકે'

  • Share this:
દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટમાં ભારે દંડના કારણે લોકોની નારાજગીને જોતાં કેટલીક રાજ્ય સરકારે થોડી રાહત આપવાની વિચારણા કરી રહી છે. આ કડીમાં ગુજરાત (Gujarat)ની રૂપાણી સરકાર (Rupani Government)એ દંડની રકમને ઓછી કરી દીધી છે. જોકે, આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે, 'મોટર વ્હીકલ સંશોધન (Motor Vehicles Act) બિલમાં કોઈ પણ રાજ્ય ફેરફાર ન કરી શકે.'

ગડકરીએ કહ્યું કે, મેં રાજ્યો પાસેથી જાણકારી લીધી છે. હજુ સુધી કોઈ આવું રાજ્ય નથી, જેમાં કહેવામાં આવ્યું હોય કે આ એક્ટને લાગુ નહીં કરે. કોઈ પણ રાજ્ય તેનાથી બહાર ન જઈ શકે.

ગડકરીએ કહ્યુ મને પણ દંડ થઈ ચૂક્યો છે

ગડકરી આ પહેલા પણ ટ્રાફિક દંડ વધારવાના નિર્ણયનો અનેકવાર બચાવ કરી ચૂક્યા છે. તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન દંડની રકમ વધારવાનો નિર્ણય ખિસ્સા ભરવા માટે નહીં પરંતુ લોકોને ટ્રાફિક નિયમોને અનુસરવા માટે પ્રેરિત કરવા તથા રસ્તાઓને સુરક્ષિત બનાવવાનો ઉદ્દેશ્યથી લીધો છે. તેની સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, ફરી એકવાર ઓવર સ્પીડિંગના ચક્કરમાં તેમની ગાડીને પણ દંડ ભરવો પડ્યો છે.

આ પણ વાંચો, ટ્રાફિકના નવા નિયમ : જાણો નવા નિયમ પ્રમાણે કયા ગુના માટે કેટલો દંડ લાગશે
રૂપાણી સરકારે મંગળવારે દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરી છે.


નોંધનીય છે કે, ગુજરાત સરકાર (Gujarat Government)એ મંગળવારે દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ખાસ તો ટૂ-વ્હીલર તથા ખેતીના કામમાં વપરાતાં વાહનોને છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે તેમાં નવા નિયમોની કલમ 50માં ફેરફાર કર્યા છે. તેમાં અમે દંડની રકમને ઘટાડી છે.

નવા નિયમો મુજબ, હેલ્મેટ નહીં પહેરવા પ દંડની રકમને 1000 રૂપિયાથી બદલીને 500 કરી દીધી છે. બીજી તરફ, સીટ બેલ્ટ નહીં પહેરવા પર દંડ 1000થી ઘટાડીને 500 કરી દીધો છે. આ ઉપરાંત, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ગાડી ચલાવનારા પર નવા નિયમ મુજબ 5000 રૂપિયા દંડ છે, જ્યારે ગુજરાતમાં ટૂ-વ્હીલર વાહન ચાલકોને 2000 હજાર અને બાકી વાહનોને 3000 હજાર રૂપિયા દંડ આપવો પડશે.

આ પણ વાંચો, CM રૂપાણીની મોટી જાહેરાત, મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, 16 સપ્ટેમ્બરથી અમલ
First published: September 11, 2019, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading