કચ્છ : માંડવીમાં ચાર કલાકમાં 4.5 ઇંચ વરસાદ, સોસાયટીમાં પાણી ફરી વળ્યા Video

News18 Gujarati
Updated: June 22, 2020, 2:16 PM IST
કચ્છ : માંડવીમાં ચાર કલાકમાં 4.5 ઇંચ વરસાદ, સોસાયટીમાં પાણી ફરી વળ્યા  Video
કચ્છના માંડવી અને મુદ્રામાં મેઘરાજા મહેરબાાન થયા હતા.

રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધીમાં સાત જિલ્લામાં વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ધીમે ધીમે મેઘો મંડાઈ રહ્યો છે. દરમિયાન હવામાન ખાતાની આગાહી મુજબ આજે રાજ્યમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો છે. રાજ્યના કચ્છ જિલ્લામાં વરસાદે ધડબડાટી છોડાવી છે. કચ્છના માંડવીમાં તોફાની ઇનિંગ રમતા મેઘરાજા ઓળઘોળ થયા હતા. માંડવીમાં સવારે 6.00 વાગ્યાથી લઈને બપોરે 12.00 વાગ્યા સુધીમાં ધમાકેદાર 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સવારે 6.00 કલાકના ઓફિશિયલ ડેટા મુજબ રાજ્યમાં 7 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

માંડવીના આસપાસના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. માડંવીમાં છેલ્લા 24 કલાકમાં 24 ઇંચ અને બે દિવસમાં 12 ઇંચથી વરસાદ વરસ્યો છે. જેના કારણે માંડવી હાલ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યુ છે. મુંદ્રામાં તળાવ ઑવરફ્લો થયું છે તો માંડવીનું તળાવ ઑવરફ્લો થયું છે. માંડવીમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.


અબડાસાની સ્થાનિક નદીઓમાં નવા નીર વહેતા થયા છે. આવતીકાલે કચ્છીઓનું નવું વર્ષ છે તે પહેલાં જ મેઘરાજાએ કચ્છીઓને ખુશખુશહાલ કરી દીધા છે. 21 જૂને યોગ દિવસ અને સૂર્ય ગ્રહણનો સંયોગ થયો અને મેઘો મંડાયો. આગામી એક સપ્તાહમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સસરાએ પીઠ પર હાથ ફેરવીને વહુને કહ્યું, 'આપણે મોટા નેતાઓની CD બનાવી બ્લેકમેલ કરીએ'

6 કલાકમાં 7 જિલ્લામાં વરસાદદરમિયાન રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધીમાં 7 જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ માંડવીમાં 112 એમએમ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના કેશોમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તો મુંદ્રામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અબડાસામાં 30એમએમ, જૂનાગઢના માળીયામાં 24 એમ.એમ. સુરતના ચોર્યાસીમાં 23 એમ એમ, પલાસાણામાં 21 એમ.એમ. વંથલીમાં 19 એમ.એમ. સુરત શહેરમાં 21 એમએમ. નવસારીના જાલોમાં 15 એમ.એમ. જ્યારે ભરૂચના હાંસોટમાં 13 એમ.એમ. અને સુરતના કામરેજમાં 13 એમ.એમ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :   ગાંધીનગર સચિવાલયનાં ઘેરાવ પૂર્વે 50થી વધુ LRD પુરુષ ઉમેદવારોની અટકાયત
First published: June 22, 2020, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading