24 કલાક દરમિયાન રાજ્યનાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 11.5 ઇંચ

News18 Gujarati
Updated: September 5, 2019, 10:00 AM IST
24 કલાક દરમિયાન રાજ્યનાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 11.5 ઇંચ
ભારે વરસાદના કારણે માંગરોળના કુકસવાડામાં પાણી ફરી વળ્યાં હતા

ગુજરાતમાં (Gujarat) સીઝનનો 103 ટકા વરસાદ (Rain) નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં (south Gujarat) અનેક જિલ્લામાં 100 ટકા કરતાં વધુ વરસાદ (Rain)

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં (Gujarat)  225 તાલુકામાં 1થી 11.5 ઇંચ વરસાદ (Rain) નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વલસાડ (valsad) જિલ્લામાં મેઘરાજાએ 24 કલાક દરમિયાન ફરી એક વાર બેટિંગ કરી હતી. વલસાડના વાપી (vapi) શહેરમાં ગત રાત્રીના ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપી શહેરમાં 11.5 ઇંચ વરસતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતા. 24 કલાક દરમિયાન વલસાડના કિલ્લા પારડીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો જ્યારે ઉમરગામમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 6.5 ઇંચ, વલસાડ શહેરમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત (Surat) જિલ્લામાં પણ કેટલાક તાલુકામાં સારો વરસાદ થયો છે. જિલ્લાના ઓલપાડમાં 24 કલાક દરમિયાન 6 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 24 કલાકમાં 4.1 ઇંચ વરસાદ પડ્યો, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, અમરેલી શહેરમાં પણ પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો :  મુંબઈમાં ભારે વરસાદના કારણે ગુજરાત આવતી ત્રણ ટ્રેનો રદ

24 કલાક દરમિયાન રાજ્યનાં 89 તાલુકામાં 1થી 11.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 25 તાલુકામાં 2-3 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 14 તાલુકામાં 24 કલાક દરમિયાન 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. વરસ્યો છે.

રાજ્યનાં હવામાન વિભાગના ((Meteorological Department) લોકોને કામ સીવાય બહાર ન નીકળવાની સૂચના આપી છે. આંકડાઓ મુજબ અત્યારસુધીમાં સીઝનનો 103 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યનાં તમામ મોટા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જ્યારે સૌથી મોટા ડેમ સરદાર સરોવરની સપાટી 135 મીટરને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઍવરેજ 26.33 ઇંચ વરસાદ વરસ્યો છે.
First published: September 5, 2019, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading