Gujarat PSI Recruitment 2021: PSI-ASIની 1382 જગ્યાઓ માટે આવેદન કરવાની તારીખ લંબાઈ, ફટાફટ કરો ઓનલાઇન એપ્લાય

ગુજરાત પોલીસમાં નોકરીની ભરતી પીએસઆઈ, એએસઆઈ સહિતની જગ્યા માટે 1382 પોસ્ટ ભરાશે.

Gujarat PSI Recruitment 2021: કોવીડ-19 ના કારણે જે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરી શકેલ નથી તેવા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા તક

  • Share this:
    Gujarat PSI Recruitment 2021: ગુજરાત પોલીસમાં પીએસઆઈ-એએસઆઈની બમ્પર ભરતી ખુલી છે. હકિકતમાં આ ભરતીની જાહેરાત તો માર્ચ 2021માં કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કારણે તેની પરીક્ષાઓ લઈ શકાઈ નહોતી ત્યારે કોવીડ-19ના કારણે જે ઉમેદવારોએ અરજી ફોર્મ (Gujarat PSI Recruitment 2021 Last date of online Application) ભરી શકેલ નથી તેવા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા તક આપવામાં આવનાર છે તેમ તા.22/9 નારોજ વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું હતું. હવે પીએસઆઈની પરીક્ષાની આ ઓનલાઇન અરજીની તારીખ લંબાવવામાં આવી છે. ઉમેદવારો 27મી ઑક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

    ગુજરાત પોલીસમાં હથિયારધારી પોલીસની સબ ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે અને મહિલા માટે 98 જગ્યા છે. જ્યારે પોલીસ સબ ઇન્સ્પેકટર પ્લાટુન કમાન્ડર માટે ફક્ત પુરૂષોની 72 જગ્યા છે. આ ઉપરાંત ઈન્ટેલીજન્સ ઓફિસરની કુલ 18 પુરૂષોની અને 9 મહિલાઓની જગ્યા છે. જ્યારે બિન હથિયારધારી પોલીસ મદદનીશ સબ ઈન્સપેક્ટરની પુરૂષોની 659 અને મહિલાઓની 324 જગ્યા છે. આમ કુલ પુરૂષોની 951 અને મહિલાઓની 431 જગ્યાઓ છે.

    શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટે કોઈ પણ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યો હોવો અનિવાર્ય છે. જયારે ઉમેદવારોની ઉંમર લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળે છે.







































    પોસ્ટ : PSI-ASI ઇન્ટેલિજન્સ ઓફિસર
    જગ્યા : 1382
    શૈક્ષણિક લાયકાત : માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન
    ઉંમર મર્યાદા : લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ
    પસંદગી : શારિરીક કસોટી અને લેખિત પરીક્ષાઓના આધારે
    અરજી કરવાની ફીસ : 100 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ : 27 ઑક્ટોબર 2021
    નોટિફિકેશન વાંચવા : અહીંયા વાંચીને નોટિફિકેશન તેમજ ભરતીને લગતી બાબતો વાંચો
    ઓનલાઇન એપ્લાય કરવા ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે : ઓનલાઇન એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરો

    અરજી કેવી રીતે કરશો?

    ઉપરની પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી જ કરવાની રહેશે. 27 ઓક્ટોબરથી રાત્રિના 11:59 વાગ્યાથી અરજી કરી શકાશે. આ માટે જરૂરી સૂચનાઓ પણ આ વેબસાઇટ પર આપવામાં આવશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: SBIમાં નોકરી મેળવીને ચમકાવો કિસ્મત, 2056 જગ્યા પર POની સરકારી નોકરી, ફટાફટ કરો એપ્લાય

    સરકારી નોકરીમાં વય મર્યાદાની છૂટ

    રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજ્ય મંત્રીમંડળના નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, વય મર્યાદાની આ છૂટછાટ 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ કરવામાં આવી છે. રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષની લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારોમાં હાલની 35 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિનઅનામત પુરુષ ઉમેદવારો માટે હાલની 33 વર્ષની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરીને હવે 34 વર્ષ કરવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published: