PSI Exam Result: પીએસઆઈની પરીક્ષાનું પરિણામ જાહેર 4,311 ઉમેદવારો થયા ક્વોલિફાઈ, અહીંથી ચેક કરો યાદી
PSI Exam Result: પીએસઆઈની પરીક્ષાનું પરિણામ જાહેર 4,311 ઉમેદવારો થયા ક્વોલિફાઈ, અહીંથી ચેક કરો યાદી
PSI Exam Result : પીએસઆઈની પરીક્ષાનું પરિણામ જાહેર
Gujarat PSI Exam Result : પીએસઆઈની પરીક્ષામાં 88,800 ઉમેદવારોમાંથી 20.6 ટકા ઉમેદવારો મુખ્ય લેખિત કસોટી માટે ક્વોલિફાઈ થયા, જાણો સંપૂર્ણ પરિણાની યાદી અને કટઓફની વિગતો
PSI Exam Result: રાજ્યમાં 06 માર્ચના રોજ પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષાઓ લેવામાં આવી હતી (PSI Recruitment Exam) આ પરીક્ષાનું પરિણામ (PSI Exam Result) આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 4311 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. આ પરીક્ષાનું પરિણામ કટઓફ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવ્યું છે. પીએસઆઈની મુખ્ય લેખિત પરીક્ષા મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં યોજાય તેવી શક્યતા છે.
પીએસઆઈની પરીક્ષામાં કુલ 96,269 ઉમેદવારોના કોલ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આ પૈકીના 88,880 ઉમેદવારોએ પરીક્ષામાં હાજર રહી પરીક્ષા આપી હતી. આ પૈકીના 4311 ઉમેગવારો પરીક્ષા માટે ક્વોલિફાઈ થયા છે.
PSI Exam Result: પુરૂષ ઉમેદવારોનું કટ ઓફ
જનરલમાં 75 માર્ક્સ સાથે 1286 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.
ઈડબ્લૂયએસમાં 70.50 માર્ક્સ સાથે 295 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.
એસસીમાં 68.50 માર્ક્સ સાથે 160 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.
એસટીમાં 56.25 માર્ક્સ સાથે 4720 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.
એસઈબીસીમાં 71 માર્ક્સ સાથે 778 ઉમેદવારોને પસંદગી થઈ છે.