ગુજરાત પ્રદેશ ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓનો પ્રારંભ કર્યો

ગુજરાત પ્રદેશ ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓનો પ્રારંભ કર્યો
ગુજરાત પ્રદેશ ભાજપે વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓનો પ્રારંભ કર્યો

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની સાથે જ પ્રદેશ ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ

  • Share this:
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની સાથે જ પ્રદેશ ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ પ્રભારીની હાજરીમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપના કોર ગ્રૂપ અને મહામંત્રીઓની હાજરીમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ સંગઠન અને સરકારલક્ષી કામગીરી અંગે મનોમંથન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ બેઠકમાં કોરોના દરમ્યાન સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવેલ કામ અને તેની અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવાની વાત પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે જન સેવા થઈ શકે તે માટેનું મનોમંથન બેઠકમાં કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે પેજ પ્રમુખના માધ્યમથી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ટેકલોજીનો મહત્તમ ઉપયોગ કરી વધુ સુદ્રઢ માઈક્રોપ્લાનિંગ કરવાની તૈયારી ભાજપ દ્વારા ચાલુ કરવામાં આવી છે. તે માટે ભાજપના આઇટી સેલ દ્વારા બે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યા છે. એટલે કે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપે પાર્ટીના પ્રાથમિક સભ્યોના ડેટાના આધારે પોતાનું પ્લાનિંગ કરી રહ્યું છે.આ પણ વાંચો - વેકસીનેશનને વેગ આપવા અમદાવાદની આ ખાનગી શાળાઓ ફી માં પાંચ ટકાની રાહત આપશે

તો આ સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર અને સંગઠન એ બન્ને તાલમેલ અને પ્રમાણિકતા સાથે જ કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની પણ ભાજપ પુર જોશમાં તૈયારી કરી રહ્યું છે. તેમાં પણ ભવ્ય વિજય મેળશે તેવી આશા વ્યક્ત કરી છે.

પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે પહેલા દિવસે જ સંગઠન અને સરકારની સંકલન બેઠક સાથે સીધો સંદેશો આપ્યો છે કે સરકાર અને સંગઠમાં કોઈ ખટરાગ નથી. તો સાથે જ વર્ષ 2022ની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે તૈયારીઓ આરંભી દેવાનો પણ સંકેત આપ્યો છે.
Published by:Ashish Goyal
First published:June 11, 2021, 16:02 pm

ટૉપ ન્યૂઝ