Home /News /gujarat /Gujarat Politics: 8 અને 9 જુલાઈએ બીજેપીની કારોબારી બેઠક, આગામી ચૂંટણી રણનીતિ ઘડાશે

Gujarat Politics: 8 અને 9 જુલાઈએ બીજેપીની કારોબારી બેઠક, આગામી ચૂંટણી રણનીતિ ઘડાશે

બીજેપી બેઠક

Gujarat Politics : આ બેઠક (BJP Meeting) માં અંદાજે ૭૦૦ જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે. ઘણા વિસ્તાર એવા છે કે, જે બીજેપી માટે નબળા છે તેમાં શું કરી શકાય પાર્ટીની નબળાઈ શું છે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના સૂચનો આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવનાર છે

વધુ જુઓ ...
Gujarat Politics : બીજેપીની કારોબારી બેઠક આગામી 8 અને 9 તારીખે મળનાર છે જેમાં રાષ્ટ્રીય કારોબારીમાં થયેલી ચર્ચાઓ મુદ્દે અને આગામી ચુંટણી (Gujarat Assembly Election) ને લક્ષમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતાઓ પણ માર્ગદર્શન માટે હાજર રહે તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

આગામી 8 અને 9 જુલાઈના દિવસે પ્રદેશ કારોબારી બેઠક મળનાર છે જેમાં પ્રદેશની રાજકીય અને સામાજિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. થોડા સમય આગાઉ રાષ્ટ્રીય કારોબારી બેઠક તેલંગાણા ખાતે મળી હતી જેમાં અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી જે અંગે હવે પ્રદેશ સ્તરે ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા કાર્યક્રમ પ્રદેશની રાજકીય અને સામાજિક સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં અંદાજે ૭૦૦ જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે. ઘણા વિસ્તાર એવા છે કે, જે બીજેપી માટે નબળા છે તેમાં શું કરી શકાય પાર્ટીની નબળાઈ શું છે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના સૂચનો આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવનાર છે. સાથે જ આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ કે ફીઝીકલ હાજરી આપે તેના માટે સમય પણ માંગવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પુરશોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા હાજર રહે તેના માટે પણ પ્રયાસ પ્રદેશના નેતાઓ કરી રહ્યા છે.

આમ તો બીજેપીની પ્રદેશ કારોબારી થોડા સમય અગાઉ જ મળી હતી પરંતુ રાષ્ટ્રીય માર્ગદર્શન બુથ સુધી મળી રહે તેના માટે પ્રદેશના નેતાઓ બેસીને આગામી કાર્યક્રમ અને ચુંટણી લક્ષી મુદ્દા પર ચર્ચા કરશે.

આમ તો બીજેપીના અત્યારે નોંધાયેલા 1 કરોડથી વધારે કાર્યકર્તાઓ છે પરંતુ બીજેપી દર 6 વર્ષે સદસ્યતા અભિયાન ચલાવે છે..જેના માટે એક સોંગ બીજેપીએ તૈયાર કર્યું છે જેને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું સાથે જ આ અભિયાન અંતર્ગત 20 ટકા નવા સદસ્યો જોડવાનો લક્ષ પણ રાખ્યો હોવાનું જણાવ્યું હતું.

બીજેપીએ ચુંટણી સુધી પૂર્ણ કાલીન વિસ્તારકોને અલગ અલગ વિસ્તારમાં મોકલ્યા છે તેની કામગીરી હવે બધી જ ઓનલાઈન કરવામાં આવશે. બીજેપીએ એક એપ્લીકેશન તૈયાર કરી છે જેના માધ્યમથી જેના ઘરે મુલાકાત લે તેની તમામ વિગતો તેમાં અપડેટ કરશે. બીજેપીનો મતદાર છે કે નહિ અને તેને પાર્ટી કે સરકારથી નારાજગી છે કે કેમ એ તમામ વિગત પણ અપડેટ કરવામાં આવશે જે સી આર પાટીલ નિરીક્ષણ કરશે અને તેના આધારે જે ક્ષતિ હશે એ દુર કરવા પ્રયાસ કરશે.

આ પણ વાંચોPM Modi Digital india Week 2022 : પીએમ મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નું ઉદ્ધાટન કર્યું

પીએમ મોદીએ ગઈકાલે જ ડીઝીટલને પ્રોત્સાહન મળે તેના માટે કાર્યક્રમ કર્યો હતો જેના ભાગરૂપે જ હવે આ તમામ કામગીરી ઓનલાઈન કરવાનો નિર્ણય બીજેપીએ કરેલો છે....આ એપ્લીકેશન માધ્યમથી એ પણ જાણી શકાશે કે કેટલા લોકો બીજેપીના મતદારો છે જેના આધારે આગામી ક્યાં વિસ્તારમાં શું કામગીરી કરવી તેને લઈને આયોજન કરવમાં આવશે.
Published by:Kiran Mehta
First published:

Tags: BJP News, Gujarat Assembly Elections 2022, Gujarat BJP, Gujarat Politics

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો