Home /News /gujarat /

PSI-LRD ભરતી : બે મેદાન પર 3-4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી રદ, કમોસમી વરસાદનું વિઘ્ન

PSI-LRD ભરતી : બે મેદાન પર 3-4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી રદ, કમોસમી વરસાદનું વિઘ્ન

PSI LRD પીએસઆઈ અને એલઆરડીના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ

LRD Recruitment 2021 : કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-11, વાવ-સુરત ખાતે PSI/ LRDની તા.03/12/2021 અને તા.04/12/2021 ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ

    PSI-LRD Recruitment: રાજ્યમાં આગામી 3 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી સુધી કુલ 15 મેદાનો (PSI-LRD Physical Test Grounds List) પર પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી યોજાશે. આ કસોટીના બે મેદાન પર તારીખ 3-4 ડિસેમ્બરના રોજ યોજાવાની પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવાાં આવ્યો છે. ભરૂચ (Bharuch-Surat vav Grounds Test of LRD PSI Postpone) અને સુરતના વાવ મેદાન ખાતે જે ઉમેદવારોનો નંબર હતો તેમની કાલની અને ચોથી તારીખની શારીરિક કસોટી મોકૂફ રાખવાની ફરજ પડી છે. મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે દોડ યોજવી શક્ય નથી.

    કમોસમી વરસાદનું વિઘ્ન : ભરતી અંગે માહિતી આપતા ભરતીના વડા હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-11, વાવ-સુરત ખાતે PSI/ LRDની તા.03/12/2021 અને તા.04/12/2021 ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. આ બંને મેદાન પર

    ગોંડલમાં રહેવાની વ્યવસ્થા

    ગોંડલ મેદાન માટે જે ઉમેદવારોનો નંબર હોચ તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવાાં આવી છે. ગોંડલમાં સ્મશાન રોડ પર આવેલા શેલ્ટર હોમમાં 400 યુવાનોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શેલ્ટર હોમમાં પીવાનું પાણી અને નહાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

    આ પણ વાંચો : આ પણ વાંચો : PSI-LRD ભરતીના મેદાનની યાદી, ગોંડલમાં રહેવાની વ્યવસ્થા થઈ, અન્ય સ્થળો માટે સંસ્થાઓને અપીલ

    રિપોર્ટિંગ ટાઇમની સૂચના

    રિપોર્ટિંગ ટાઈમ પ્રમાણે ઉમેદવારને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. 6 વાગ્યાના રિપોર્ટિંગ ટાઈમ વાળા ઉમેદવારને 7 વાગ્યાના ટાઈમ વાળા ઉમેદવારથી પહેલા પ્રવેશ આપવામાં આવશે. પરંતુ 7 વાગ્યાના ઉમેદવારોનો પ્રવેશ શરૂ થયા બાદ આવનાર છ વાગ્યાના ઉમેદવારને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે.

    આ પણ વાંચો : Sarkari Naurki: RPSC દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરના 337 પદ માટે ભરતી, અહીથી સીધા કરો અરજી

    પહેલા કોલ લેટરની તારીખે પરીક્ષા આપવાની રહેશે

    કોઇપણ કારણસર ઉમેદવારને એકથી વધુ કોલલેટર/કોલલેટરો મળેલ હોય તો તે પૈકી જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે શારીરીક કસોટી આપવાની રહેશે અને અન્ય કોલલેટર/કોલલેટરો રદ્દ ગણવાના રહેશે. જો કોઇ ઉમેદવાર બન્ને કોલલેટર ઉપર શારીરીક કસોટી આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને PSI તથા લોકરક્ષક(LRD)ની આ ભરતી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે, તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજય સરકાર હસ્તકની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat police, Jobs, Recruitment, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन