Home /News /gujarat /Gujarat Police News: ગુજરાત પોલીસે હદ પાર કરી, હવે રાજસ્થાનમાં જઈ કરવા લાગ્યા ઉઘરાણી

Gujarat Police News: ગુજરાત પોલીસે હદ પાર કરી, હવે રાજસ્થાનમાં જઈ કરવા લાગ્યા ઉઘરાણી

અમદાવાદ: દેશભરમાં આવતીકાલે 74માં પ્રજાસત્તાક પર્વેની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023ના અવસર પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat police: ગુજરાત પોલીસે પોતાની હદ પાર કરીને છેક રાજસ્તાનમાં લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ગુજરાત પોલીસના બે પોલીસ કર્મીઓ રાજસ્થાનમાં લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા એક લાખ દશ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે.

Gujarat police: ગુજરાત પોલીસ પર લાંચ લેવાના ઘણા આરોપો લાગેલા છે. રાજ્યની વિવિધ જિલ્લાઓમાં પોલીસ સામે લાંચ લેવાની ફરિયાદો આવતી હોય છે. પણ આ વખતે તો ગુજરાત પોલીસે પોતાની હદ પાર કરીને છેક રાજસ્તાનમાં લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ગુજરાત પોલીસના બે પોલીસ કર્મીઓ રાજસ્થાનમાં લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા એક લાખ દશ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે.

ગુજરાત પોલીસની રાજસ્થાનમાં ઉઘરાણી


ગુજરાત પોલીસના બે પોલીસ કર્મીએ ઉદયપુરના એક વ્ચક્તિ પાસેથી આરોપી ન બનાવના કેસમાં રૂપિયા એક લાખ દશ હજારની લાંચ માંગી હતી. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનનો એક વ્યક્તિ કોઈ ગુનામાં પકડાયો હશે, ત્યારે તેને ગુનેગાર ન બનાવવા માટે ગુજરાત પોલીસના કર્મચારીએ એક લાખ દશ હજારની લાંચ લીધી હતી. જેથી લાંચ લેતા પોલીસ કર્મીઓ રંગેહાથે ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે બંને પોલીસ કર્મીઓ ગાંધીનગરના હોવોની જાણકારી મળી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ રેલવે સ્ટેશન પર સરાજાહેર મારામારી, પોલીસકર્મીઓએ રીક્ષા ચાલકને માર્યો ઢોરમાર

પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ખુલ્લેઆમ ઉઘરાણી


હમણા બે દિવસ પહેલા જ અમદાવાદ પોલીસ લાંચ લેતા ઝડપાયા હતા. અમદાવાદ શહેર પોલીસમાં દિવાળી આવતા જ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ખુલ્લેઆમ ઉઘરાણા કરવા નીકળી પડતા હોય છે. તેવામાં એસીબી પણ સક્રિય થયું છે. દિવાળી આવતા જ ખર્ચો પાણી કાઢવા માટે તોડ કરી લાંચ લેનાર એક પોલીસકર્મીને ઝડપી લેવાયો હતો. આરોપીએ એક નાના કામના 5 લાખ માંગ્યા હતા. જોકે, રકઝક બાદ 2.25 લાખ નક્કી કરી એક લાખ લેતા જ એસીબીએ ઝડપી પાડ્યો હતો. જે પાનના ગલ્લાવાળાને ત્યાં રૂપિયા મૂક્યા હતા તેની પણ એસીબીએ અટકાયત કરી છે.


જાગૃત નાગરિકે એસીબીને માહિતી આપી હતી


ઉલ્લેખનીય છે કે, એક જાગૃત નાગરિક તરફથી એસીબીને માહિતી આપવામાં આવી હતી કે, નારણપુરા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચની માંગ કરી રહ્યો છે. જે માહિતીના આધારે એસીબીની ટીમે પ્રકાશ અમૃતભાઈ રબારી નામના નારણપુરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અને તેની સાથેના પ્રજાજન ભરતભાઈ ચંપકલાલ પટેલની ધરપકડ કરી હતી. એસીબીએ તપાસ કરતા સામે આવ્યું કે, ફરિયાદીએ અસારવા, શાહીબાગ ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલી આપ્યા હતા. જે પાર્સલમાં બે પેટી દારૂ હોવાનું ફરિયાદીએ તેઓના કાકાને જણાવ્યુ હતુ.
First published:

Tags: Ahmedaadb Police, Gujarat police, Taking Bribe