Home /News /gujarat /Gujarat Panchayat Election Results: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, પરિવારમાં જ છે 12 સભ્યો

Gujarat Panchayat Election Results: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, પરિવારમાં જ છે 12 સભ્યો

વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોએ પણ મત આપ્યો ન હતો

gram panchayat election result - ઉમેદવારને માત્ર 1 મત મળતાં સ્થિતિ કફોડી બની

વલસાડ : 21મી ડિસેમ્બરે લોકશાહીના પર્વ સમા ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gujarat Panchayat election results) મતગણતરી (votes counting) હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણા રસપ્રદ કિસ્સા જોવા મળ્યા હતા. ક્યાંક માતા-પુત્ર વચ્ચે જંગ થયો હતો તો ક્યાંક સાસુ-વહુ વચ્ચે સરપંચ (Sarpanch)માટે ચૂંટણી (gram panchayat election) યોજાઈ હતી. મત ગણતરીના દિવસે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો છે.

વાપી તાલુકાના છરવાડા ગામની ઘટના

વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોએ પણ મત આપ્યો ન હતો. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

આ પણ વાંચો - ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ Live: જાણો કયા ગામમાં કોની થઇ જીત

રિકાઉન્ટિંગમાં હારેલા ઉમેદવાર વિજયભાઈનો એક મતે વિજય

પાટણના નોરતા તળપદ ગામની મતગણતરી પેચીદી બની હતી. રિકાઉન્ટિંગમાં હારેલા ઉમેદવાર વિજયભાઈનો એક મતે વિજય થયો હતો. નોરતા તળપદ ગામનું ત્રણ વખત રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. પરિણામને લઇ ટેકેદારોએ લાંબી રાહ જોઈ હતી. છેવટે ત્રીજી વખત રિકાઉન્ટિંગમાં વિજયભાઈ પટેલની જીત જાહેર કરવામાં આવી હતી.

ગલોલીવાસણા ગામમાં પુત્ર સામે માતાની જીત

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પુત્ર સાથે માતાએ જીત મેળવી છે. વોર્ડ નંબર 4માં સભ્યપદ માટે માતા અને પુત્ર આમનેસામને હતા. જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઈ છે. મત ગણતરી દરમિયાન માતા દીવાબેન સોમાભાઈ સેનમાને 45 મત મળ્યા હતા. જ્યારે પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમાને 18 મત મળ્યા હતા. આમ માતાનો 27 મતોથી વિજય થયો હતો.



આ પણ વાંચો - Accident news: સાવરકુંડલામાં મતદાન કરી પરત ફરતા કારને નડ્યો અકસ્માત, એક ઝાટકે પત્ની અને બે પુત્રોના મોત

 8 હજાર 686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી

રાજ્યની 8 હજાર 686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. સરપંચ (Sarpanch) પદ માટે 27 હજાર 200 ઉમેદવારોનું ભાવિ નક્કી થયું છે. 344 સ્થળોના 1 હજાર 711 સેન્ટરો પર મતગણતરી યોજાઇ હતી. મતગણતરીની કામગીરીમાં 19 હજાર 916 કર્મચારીઓ જોડાયા હતા.આ દરમિયાન 2 હજાર 576 આરોગ્યકર્મીઓ અને 14 હજાર 291 પોલીસ કર્મીઓ તૈનાત રહ્યા હતા.
First published:

Tags: Election 2021, Gujarat gram panchayat, Gujarat Panchayat election results

विज्ञापन