રાજ્યના ચાર મહાનગરોમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે, સમય રાત્રે 12થી સવારે 6 સુધી

રાજ્યના ચાર મહાનગરોમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે, સમય રાત્રે 12થી સવારે 6 સુધી
ગુજરાત નાઈટ કરફ્યૂ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4400 થયો છે.

 • Share this:
  અમદાવાદ : કોરોના મહામારીના કેસના આંકડા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 268 કેસ નોંધાયા હતા. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યી માટે ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે.

  રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યના ૪ મહાનગરોમાં તા. 28 ફેબ્રુઆરી સુધી રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે.  પંકજકુમારે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોમાં મંગળવાર તા.16 ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી સુધી આ રાત્રિ કરફયુ વ્યવસ્થા અંતર્ગત રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી કરફયુ અમલી રહેશે.

  ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 268 કેસ નોંધાયા છે. જેની સામે 281 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4400 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.67 ટકા છે. રાજયમાં આજે 25,823 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,67,611 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 60, સુરતમાં 36, વડોદરામાં 53, રાજકોટમાં 46, આણંદમાં 8, ખેડા, જામનગર, ગાંધીનગરમાં 7-7 સહિત કુલ 268 કેસ નોંધાયા છે. આજે અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 61, સુરતમાં 46, વડોદરામાં 41, રાજકોટમાં 45, દાહોદ, કચ્છમાં 10-10 સહિત કુલ 281 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
  Published by:kiran mehta
  First published:February 15, 2021, 18:45 pm

  ટૉપ ન્યૂઝ