Local Body Polls : મનપાનો જંગ : રાજ્યના છ મહાનગરમાં શરૂઆતનાં વલણમાં BJP આગળ

Local Body Polls : મનપાનો જંગ : રાજ્યના છ મહાનગરમાં શરૂઆતનાં વલણમાં BJP આગળ
પ્રતિકાત્મક તસવીર

જાણો ક્યા શહેરોમાં શું સ્થિતિ છે, એક જ ક્લિકમાં જાણો ઇલેક્શનના રિઝલ્ટની પળેપળની અપડેટ

  • Share this:
    આજે રાજ્યના (Gujarat) છ મહાનગરો અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), વડોદરા (Vadodara), સુરત (Surat), ભાવનગર (Bhavnagar) અને જામનગરની (Jamnagar) પાલિકાની ચૂંટણીની (Local body Election) મતગણતરી (Gujarat Municipal corporation election 2021 Results) હાથ ધરવામાં આવી રહી છે. ગત ચૂંટણી કરતાં આ વખતે તમામ મહાનગરપાલિકામાં સરેરાશ મતદાન (voting) ઓછુ નોંધાયુ છે. આજે મતદાતાનો ઝુકાવ કોના તરફ છે તેની જાણ થઇ જશે. છ મનપામાં 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થવાનો છે. હાલ તો ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં કેદ છે.

    આજે, મંગળવારે તમામ મહાનગરપાલિકાઓની ચુંટણીની મતગણતરી શરૂ થઇ ગયુ છે. મતગણતરીમાં પહેલા બેલેટ પેપરથી મતગણતરી થઈ. જ્યારે આ મતગણતરી બાદ ઇવીએમથી ગણતરી શરૂ કરવામાં આવી.



    છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો

    ચૂંટણીના પરિણામોની ચર્ચા કરીએ તો સવારે 10.38 કલાકે રાજ્યની 226 બેઠકોના પરિણામોના વલણ આવી રહ્યા હતા. આ પૈકીની 175 બેઠકો પર ભાજપ અને 38 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે જ્યારે 13 બેઠકો પર અન્ય આગળ છે. આ બેઠકોમાં આમ આદમી પાર્ટીએ પણ કાઠું કાઢ્યું હોવાની વાત સામે આવી છે.

    દરમિયાન મહાનગરો મુજબ પરિણામ જોઈએ તો ુપર મુજબના આંકડાના પરિપ્રેક્ષ્યમાં અમદાવાદમાં 65 બેઠકો પર ભાજપ, 11 પર કૉંગ્રેસ અને 2 બેઠકો પર અન્ય આગળ છે. જ્યારે સુરતમાં 32 બેઠકો પર ભાજપ 7 બેઠકો પર કૉંગ્રેસ અને 11 બેઠકો પર આપ આગળ છે.

    રાજકોટમાં 24 બેઠકો પર ભાજપ, 5 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે. વડોદરામાં 22 બેઠકો પર ભાજપ અને 5 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે. જ્યારે જામનગરમાં 22 બેઠકોમાંથી 17માં ભાજપ અને 5 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે. જ્યારે ભાવનગરમાં 15 બેઠકો પર ભાજપ અને 5 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે.
    Published by:Jay Mishra
    First published:February 23, 2021, 11:01 am

    ટૉપ ન્યૂઝ