Home /News /gujarat /પતિ, પુત્ર અને પુત્રીના મોત, સગર્ભા મહિલાએ કહ્યું - "હું એકલી થઈ ગઈ. હવે અમારો સહારો કોણ?"

પતિ, પુત્ર અને પુત્રીના મોત, સગર્ભા મહિલાએ કહ્યું - "હું એકલી થઈ ગઈ. હવે અમારો સહારો કોણ?"

મોરબી પુલ દુર્ઘટના

Morbi Bridge Collapse: ગર્ભવતી મહિલાએ કહ્યું કે, "મારી છોકરી, છોકરો અને પતિ બધા જ મૃત્યુ પામ્યા છે. હવે હું એકલી છું. હવે અમારો સહારો કોણ છે, અમારો બધો આધાર ખતમ થઈ ગયો છે." આંખોમાં આંસુ સાથે આ મહિલાએ કહ્યું કે, "મને ચક્કર આવી રહ્યા હતા, તેથી હું ત્યાં જ ઉભી રહી, આગળ ન ગઈ."

વધુ જુઓ ...
    મોરબી: રવિવારે ગુજરાતના મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘણા લોકોએ તેમના 'સ્નેહીજનો' ગુમાવ્યા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે. અકસ્માતમાં એક મહિલાએ તેના પતિ અને બંને બાળકોને ગુમાવ્યા છે. જ્યાં પુત્રીની ઉંમર 9 વર્ષ અને પુત્રની ઉંમર 7 વર્ષ હતી. આ પરિવારના સભ્યો રવિવારે જ્યારે બ્રિજ પર ફરવા ગયા ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેઓ પાછા આવી શકશે નહીં. ટિકિટ ખરીદ્યા પછી, તેઓ કેબલ બ્રિજ પર ગયા હતા. અકસ્માત થયો ત્યારે આ તમામ બ્રિજ પર હતા અને પુલ તૂટી પડતા બધા નદીમાં ડૂબી ગયા હતા. સગર્ભા મહિલાએ કહ્યું કે, "મારી છોકરી, છોકરો અને પતિ બધા જ મૃત્યુ પામ્યા છે. હવે હું એકલી છું. હવે અમારો સહારો કોણ છે, અમારો બધો આધાર ખતમ થઈ ગયો છે." આંખોમાં આંસુ સાથે આ મહિલાએ કહ્યું કે, "મને ચક્કર આવી રહ્યા હતા, તેથી હું ત્યાં જ ઉભી રહી, આગળ ન ગઈ."

    આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના કેસ: પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા, 5 આરોપી જેલ હવાલે

    તેણે વારંવાર એક જ વાત કરી રહી હતી કે, હવે આમે કોના સહારે જીવીશું? તેમને પુછવામાં આવ્યું કે, તમે સરકાર સમક્ષ શું માંગણી કરવા માંગો છો, ત્યારે તેમણે કહ્યું કે, પરિવારના તમામ સભ્યો મૃત્યું પામ્યા છે, હવે અમે શું માંગ કરીએ. અમને મદદ કરો. મહિલાએ કહ્યું કે, "સરકારે આવો પુલ ન બનાવવો જોઈએ. મારું ઘર લૂંટાઈ ગયું."



    આ પણ વાંચો: મોરબી મામલે કેજરીવાલનો કટાક્ષ, કહ્યું - "ભુપેન્દ્ર પટેલને CM પદ પર રહેવાનો અધિકાર નથી"

    આ મહિલાના પિતાએ જણાવ્યું કે, હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ મદદ મળી નથી. સરકાર તરફથી કોઈ તેમને મળવા આવ્યું ન હતું, આ સવાલ પર અન્ય ત્રણ-ચાર લોકો તેમને મળવા આવ્યા હતા. અત્યાર સુધી સરકાર તરફથી કોઈ મળવા આવ્યું નથી, અન્ય પક્ષોના લોકો તેમને મળવા ચોક્કસ આવ્યા હતા. તેણે જણાવ્યું કે, બાળકોના પિતા મજૂરીનું કામ કરતા હતા. પિતા તેમના બાળકોને કેબલ બ્રિજ પર ચાલવા લઈ ગયા હતા, પરંતુ તેઓ જીવતા પાછા આવી શક્યા ન હતા. તેણે કહ્યું કે, તે ઈચ્છે છે કે સરકાર તેની ગર્ભવતી દીકરીની મદદ કરે. આ અકસ્માત અધિકારીઓની બેદરકારીનું પરિણામ છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Morbi Accident, Morbi bridge collapse

    विज्ञापन
    विज्ञापन