અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ વલસાડ, સુરત, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર વહિવટી તંત્રને સજ્જ રહેવા સૂચના આપી છે. જ્યારે બીજી બાજુ વરસાદથી લોકોને હાલાકીનો સામનોકરવો પડી રહ્યો છે. પ્રી-મોન્સુનની કામગીરી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
જૂનાગઢ ન્યૂઝ 18 ગુજરાતની ટીમ પહોંચી મતિયાણા માણાવદર તાલુકાના મતિયાણામાં ગામમાં ટીમ પહોંચી મતિયાણા ગામમાં ભારે વરસાદથી ભરાયા પાણી ઓઝત 2 ડેમમાંથી છોડાયેલું પાણી ગામમાં ફરી વળ્યું ઓઝત-2 ડેમમાંથી 40,000 ક્યુસેક પાણી છોડાયું હતું ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી વાવણી ફરીથી કરવી પડે તેવી સર્જાઈ સ્થિતિ
મહુવા બપોર બાદ વરસાદનું આગમન સવારથી અંધારપટ વચ્ચે બપોરબાદ વરસવાનું શરૂ છેલલ્લા ત્રણ દિવસથી બપોર બાદ આવે છે વરસાદ ધીમીધારે વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી વરસાદના કારણે તમામ દુકાનો બંધ
બનાસકાંઠા ધાનેરા વિસ્તારમાં વરસાદ વરસાદને લઈ નદી, વ્હોળા જીવિત બન્યા રાજોડા ગામ પાસે નદીમાં પાણી આવ્યું નદીમાં પાણી આવતા લોકોએ વધામણાં કર્યા પાણીનો ધોધ વધવાની શકયતાથી લોકોમાં ખુશીનો માહોલ
વલસાડ વલસાડ જિલ્લામાં સતત 8 દિવસથી જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ લો પ્રેશર સર્જાવવાને કારણે તિથલનો દરિયો તોફાની બન્યો વલસાડના દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. દરિયો નિહાળવા સહેલાણીઓની ભીડ ઉમટી ભારે વરસાદથી તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. દરિયો તોફાની બનવાને કારણે તંત્રએ દરિયા નજીક ન જવા આપી સુચના પવનની ગતિ તેજ રહેવાથી માછીમારોને દરિયો ન ખેડવા આપવામાં આવી સૂચના
મોટી ભરતીના કારણે તિથલનો દરિયો તોફાની બન્યો છે
વલસાડમાં સતત 8 દિવસથી વરસાદ
વલસાડમાં વરસાદની હેલી સર્જાઇ છે. વલસાડ જિલ્લામાં સતત 8 દિવસથી જિલ્લાના તમામ તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે. લો પ્રેશર સર્જાવવાને કારણે તિથલનો દરિયો તોફાની બન્યો છે. વલસાડના દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. જેને નિહાળવા માટે સહેલાણીઓ ઉમટી પડી છે. ત્યા ભારે વરસાદથી તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. દરિયો તોફાની બનવાને કારણે તંત્રએ દરિયા નજીક ન જવા સુચના આપી છે. આ ઉપરાંત પવનની ગતિ તેજ રહેવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગીરસોમનાથ જિલ્લાનાં ડેમમાં પાણીની આવક ગીરસોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદની મહેર વરસી છે. હીરણ ડેમની પાણીની સપાટી 70.28 મીટર પહોંચી, શિંગોડા ડેમની પાણી સપાટી 136.68 મીટર ચાલુ છે. હાલ ધીમીધારે વરસાદ ચાલુ છે.