રાજ્યની સાથેસાથે મહેસાણા (Mahesana) જિલ્લામાં વધી રહેલાં કોરોના વાયરસના (Coronavirus) કેસ વચ્ચે ચોંકાવનારા દ્રષ્યો સામે આવ્યા હતા. બહુચરાજીના કાલરી (Bahuchraji, Kalri) ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ડીજેના તાલે ઝુમતા નજરે પડ્યા હતા. ડીજેના તાલ પર ઝૂમી રહેલા લોકોએ માસ્ક (without Mask) પણ પહેર્યા ન હતા. બે દિવસ પહેલાનો આ વીડિયો ઘણો જ વાયરસ પણ થયો હતો. વધતા સંક્રમણ વચ્ચે આ દ્રશ્યો સામે આવતા વહીવટી તંત્ર મોડે મોડે જાગ્યું હતું. જેમાં પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.
બહુચરાજી તાલુકાના કાલરીમાં શુક્રવાર બપોરે મામલતદારની પરવાનગી વગર શોભાયાત્રા કાઢતાં પોલીસે બે સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. કાલરી ગામે શુક્રવારે બપોરે મામલતદારની પરવાનગી વિના માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે મામલે બહુચરાજી પોલીસે શોભાયાત્રા કાઢનારા મૂળ કાલરી ગામના અને હાલ અમદાવાદના મણિનગર ખોખરા ખાતે રહેતા દેવીપૂજક નાનુભાઇ વેલાભાઇ તેમજ ડીજે સંચાલક દેવીપૂજક મેહુલકુમાર દશરથભાઇ વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધાયો છે.
ત્યારે બીજી તરફ, 7 દિવસ બાદ ફરી જિલ્લામાં 40થી વધુ 43 દર્દીઓ નોંધાયા છે. જેમાં મહેસાણામાં 23, વિસનગર-9, ઊંઝા-6, વિજાપુર-3 અને કડીનો 2 કેસ છે. આરોગ્યની ટીમે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં, જ્યારે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેટ કર્યા હતા. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિતને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરી છે. નવા કેસોમાં 26 તો માત્ર શહેરી વિસ્તારના છે. 18 ગૃહિણીઓ અને 13 વૃદ્ધો કોરોના સંક્રમિત બન્યા છે. શનિવારે 215 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જેમાં 18 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી અને 482 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર