#Artical370 પ્રદિપસિંહે કહ્યું, 'ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પૂરું કર્યું'

News18 Gujarati
Updated: August 5, 2019, 12:32 PM IST
#Artical370 પ્રદિપસિંહે કહ્યું, 'ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પૂરું કર્યું'
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ફાઇલ તસવીર

નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે ગુજરાત વતી નિર્ણયને આવકાર્યો. ગુજરાતમાં કેટલાક સ્થળે ફટાકડા ફુટ્યા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે. તેની સાથે જ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. અમિત શાહના એલાન બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. આર્ટિકલ 370 હટતાં જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં રહે. જમ્મુ-કાશ્મીર ધારાસભ્યોવાળું કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. બીજી તરફ, લદાખને ધારાસભ્યો વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે. સદનમાંથી આ જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ઊજવણીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે આ નિર્ણયને આવકાર્યો હતો જ્યારે ગૃહ મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન નિભાવ્યું.

આ પણ વાંચો :  આર્ટીકલ 35A હટાવાથી હવે તમે પણ જમ્મુ કાશ્મીર ખરીદી શકશો જમીન

પ્રદિપ સિંહે જણાવ્યું, “ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાત કરી હતી તેને દેશના ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં રજૂ કરી અને સૌના સ્વપ્નને પુરૂ કર્યુ છે. આર્ટિકલ 370 અને 35-Aને નાબૂદ કરવાનો જે સંકલ્પ પ્રસ્તૂત કરાયો છે તે દેશના અનેક લોકોની અપેક્ષા પુરી કરવા સમાન છે. ”

આ પણ વાંચો : મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક : આર્ટિકલ 370માં ફેરફાર, 35A હટ્યો, જમ્મુ-કાશ્મીર અને લદાખ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરી અને જાહેરાત કરતાની સાથે જ રાજ્યસભામાં હંગામો મચી ગયો હતો. રાજ્યસભામાં ગૃહ મંત્રી શાહે લદાખના મુદ્દે જણાવ્યુ હતું કે (IST)
અમિત શાહ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લદાખના લોકોની લાંબા સમયથી માંગ રહી છે કે લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે જેથી ત્યાં રહેનારા લોકો પોતાના લક્ષ્યોને મેળવી શકે.
First published: August 5, 2019, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading