Home /News /gujarat /ગાંધીનગરથી વહી રહી છે અવળી ગંગા! બોલો, જંત્રીની જાહેરાત કરી દીધા પછી હવે સર્વે કરાશે

ગાંધીનગરથી વહી રહી છે અવળી ગંગા! બોલો, જંત્રીની જાહેરાત કરી દીધા પછી હવે સર્વે કરાશે

નવી જંત્રીની જાહેરાત બાદ હવે સર્વે કરાશે

Gujarat Jantri News: ગુજરાતમાં નવી જંત્રીની જાહેરાત કરી દેવામાં આવી છે, આ જાહેરાત પછી થયેલા હોબાળાના કારણે સરકારે પાછી પાની કરવાનો વારો આવ્યો હતો. જોકે, સરકાર જંત્રી બાબતે મક્કમ પણ છે. પરંતુ હવે જંત્રી મામલે સરકારે સર્વે માટે ટીમ તૈયાર કરી છે એટલે કે અહીં અવળી ગંગા વહી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ સમગ્ર રાજ્ય મા પહેલા તો ડબલ જંત્રી ની જાહેરાત, ત્યારબાદ સમય લંબાવાની જાહેરાત અને હવે સમય અવધિ પૂરી થયા બાદ ફરીથી ડબલ જંત્રી લાગુ થવાની સ્થિતિ છે. જોકે, સમગ્ર રાજ્યમાં જંત્રીના સર્વે માટે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. સર્વે માટે ખાસ ટીમો પણ બનાવવામાં આવી છે. જેમાં તાલુકાવાર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવશે. સામાન્ય રીતે સર્વે થયા પછી જે તે જગ્યાની કેટલી જંત્રી હોવી જોઈયે તે માટેનો નિર્ણય લેવાવો જોઈયે પરંતુ , અહીં ઉલટું થયું છે, ડબલ જંત્રીની જાહેરાત થઇ ચૂકી છે ને હવે જંત્રી માટે સર્વે ની શરુઆત કરાશે.

જંત્રીની જાહેરાત બાદ સર્વે હાથ ધરવામાં આવશે!


સચિવાલય કક્ષાએ જંત્રીના સર્વે અંગે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ સર્વેની વિધિવત જાહેરાત પણ ટૂંક સમયમાં જ કરી દેવામાં આવશે તેમ સચિવાલયના સૂત્રો કહી રહ્યા છે. જિલ્લાઓમાંથી સર્વેનો રિપોર્ટ મળી ગયા બાદ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જંત્રીના દરનો નિર્ણય લેવામાં આવશે તેવા સંકેતો પણ સચિવાલયના સૂત્રો આપી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જંત્રીના સર્વેની કામગીરી માટે હાલ તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જંત્રીના સર્વે માટે જરૂરી નકશાઓ અને અન્ય વિગતો વિવિધ વિભાગો પાસેથી મેળવી લેવામાં આવ્યા છે જેથી કોઈ વિસ્તાર સર્વે દરમ્યાન છુટી જાય નહીં.


જંત્રીના સર્વે માટે ખાસ ટીમો પણ બનાવવામાં આવનાર છે અને તેમને તાલિમ આપવા સહિતનું આયોજન પણ તૈયાર કરવામાં આવી રહ્યુ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. મળતી વિગતો પ્રમાણે જંત્રીના દર નિયત કરતા પહેલા ત્યાંના બજારભાવ અને અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જંત્રીના દરોમાં વિસંગતતા રહે નહી તેમજ સરકારને આવક વધુ મળે તે પણ જોવામાં આવશે.

ગુજરાતમાં જંત્રીનો ઇતિહાસ શું રહ્યો છે?


જંત્રીની પ્રથા આમ તો 1998થી અમલમાં આવી છે. આ પછી વર્ષ 2007માં તેનો ફરી સર્વે કરવામાં આવ્યો હતો. જંત્રીના દરો ડબલ કરવાની સરકારે જાહેરાત કર્યા પછી અમલ એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો છે તે પણ નોંધનીય છે.

જંત્રી માટે સર્વેની કામગીરી સરકારની સૂચનાઓ મુજબ હાથ ધરવામાં આવશે. મળતી બિનસત્તાવાર વિગતો પ્રમાણે દરેક તાલુકામાં એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ ઓફિસર તરીકની જવાબદારી સર્વે માટે આપવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓની ટીમની રચનાનું મોનિટરિંગ પણ કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાની વાત કરીયે તો જંત્રીના સર્વે માટેની પ્રાથમિક તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ સર્વેની કામગીરી એપ્રિલ-2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવે તે રીતે આખો રોડમેપ તૈયાર કરવામાં આવશે.
Published by:Tejas Jingar
First published:

Tags: Bhupendra Patel, Gandhinagar News, Gujarati news