નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. બંને વિધાનસભા ચૂંટણીમાં વલણ અને પરિણામો બાદ ભાજપ બિંદાસ્ત છે. જો કે, હાલમાં ભાજપ હિમાચલના રુઝાનમાં બહુમતના આંકડાથી દૂર છે, પણ પાર્ટી ફાઈનલ રિઝલ્ટ બાદ મંથન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે ભાજપ હેડક્વાર્ટરે, મિંટો રોડ જશે. ત્યાં પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
આ તમામની વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફરી એક શાનદાર જીત મળતી દેખાઈ રહી છે. તમામ સીટ પર આવેલા શરુઆતી વલણમાં ભાજપને 158 સીટો પર લીડ મળતી દેખાય છે. તો વળી કોંગ્રેસ સમેટાતી જાય છે અને તે ખાલી 16 સીટ પર આગળ છે. તો વળી આમ આદમી પાર્ટી સરકાર બનાવાનો જે દંભ હાંકી રહી હતી, તે ફક્ત 5 સીટ પર આગળ છે. જે સૌરાષ્ટ્રમાંથી જ મળી રહી છે, જો કે, 3 સીટો પર અન્યને પણ સારી એવી લીડ મળતી દેખાય છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. કુલ 68 વિધાનસભા સીટ પર આવી રહેલા શરુઆતી વલણ બાદ કોંગ્રેસને 38 સીટો પર લીડ મળી રહી છે, જ્યારે ભાજપને હાલમાં 27 સીટ પર લીડ મળી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો, અહીં એક પણ સીટ પર તે લીડ મેળવતી દેખાતી નથી. જો કે, 3 સીટ પર અપક્ષ ઉમેદવારો આગળ છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર