સ્થાનિક સ્વરાજની ચૂંટણી : એક જ દિવસે તમામ ચૂંટણીની મતગણતરી કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : એક જ દિવસે તમામ ચૂંટણીની મતગણતરી કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

બે તબક્કામાં જ થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત-તાલુકા પંચાયની ચૂંટણીના પરિણામ અગાઉ નક્કી થયા મુજબ જ જાહેર થશે

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Gujarat Local Body Elections) મતગણતરી (Counting) એક જ દિવસે કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફગાવી છે. હાઇકોર્ટમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી હાઇકોર્ટે ફગાવી છે. મતગણતરી ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખે જ થશે. મનપાની ચૂંટણીની મતગણતરી 23મી ફેબ્રુઆરીએ થશે.

  અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગ સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત ચૂંટણીપંચે કરી હતી.  આ પણ વાંચો :  સુરત : ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, પૂર્વ મહિલા નગર સેવિકાનો પતિ જંગી જથ્થા સાથે ઝડપાયો, ક્યાં વહેચવાનો હતો પ્લાન?

  અગાઉ આ મામલે સોગંદનામામાં ચૂંટણીપંચે જણાવ્યુ હતું કે, ગ્રામિણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ છે અને તેથી ગ્રામિણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદારના પ્રશ્નો પણ અલગ અલગ છે. અરજદારોએ પોતાના રાજકીય હેતુ બહાર લાવવા માટે આ અરજી કરી છે. જોકે, આ મુદ્દે વિસ્તૃત સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ થશે.

  આ પણ વાંચો :  અમદાવાદ : DJના તાલે એક વ્યક્તિ હથિયાર સાથે ડાન્સ કરતો રહ્યો, Video થયો Viral, જાહેરનામાનો ભંગ

  23મી ફેબ્રુઆરીએ મનપાના પરિણામો જાહેર થશે, બીજી માર્ચે અન્ય

  રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે અને તેની મત ગણતરી પણ બે અલગ અલગ દિવસે થશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની  6 મહાનગર પાલિકાઓના ચૂંટણીના પરિણામ માટે મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચ રોજ હાથ ધરવાના ચૂંટણી પંચના આ નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. Gujarat High Court
  Published by:Jay Mishra
  First published:February 19, 2021, 12:00 pm

  ટૉપ ન્યૂઝ