અમદાવાદની રથયાત્રા મામલે મંદિરના મહંત દિલિપદાસજીનું નિવેદન : 'ભક્તો માટે સારા સમાચાર આવશે'

News18 Gujarati
Updated: June 22, 2020, 6:14 PM IST
અમદાવાદની રથયાત્રા મામલે મંદિરના મહંત દિલિપદાસજીનું નિવેદન : 'ભક્તો માટે સારા સમાચાર આવશે'
અમદાવાદની રથયાત્રા મામલે મંદિરના મહંત દિલિપદાસજીનું નિવેદન : સારા સમાચાર આવશે

હાઇકોર્ટે અરજી મુદ્દે ટકોર કરી હતી કે સરકાર અને મંદિર પ્રશાસને મંદિરમાં જ રથયાત્રા કરવા માટે કરેલ નિર્ણય યોગ્ય છે

  • Share this:
અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રથયાત્રા કાઢવા માટે મંદિર અને સરકાર તૈયાર છે. ભક્તો માટે ઝડપથી સારા સમાચાર આવશે. એવી પણ માહિતી મળી છે કે સીએમ રૂપાણીએ રથયાત્રા અંગે મહંત સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. બીજી તરફ હિન્દુ વાહિનીની અરજી હાઇકોર્ટે (Gujarat High court)ફગાવી દીધી છે. હિન્દુ યુવા વાહિનીએ સીમિત રૂટ પર રથયાત્રા (Jagannath Rathyatra)નીકળવા દેવા માટે સંમતિ માંગતી અરજી હાઈકોર્ટમાં કરી હતી.

હાઇકોર્ટે અરજી મુદ્દે ટકોર કરી હતી કે સરકાર અને મંદિર પ્રશાસને મંદિરમાં જ રથયાત્રા કરવા માટે કરેલ નિર્ણય યોગ્ય છે. એક એનજીઓ તરીકે કોરોનાની મહામારીમાં આ પ્રકારની અરજી કરવી યોગ્ય નથી.

આ પણ વાંચો - કોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP

આ પહેલા ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી હતી. ગુજરાત હાઇકોર્ટે પુરીની રથયાત્રા અંગે કેન્દ્રિય માર્ગદર્શિકા અને સુપ્રીમ કોર્ટના ઓરિસ્સાના જગન્નાથ પુરીની રથયાત્રાને રદ કરવાના ચુકાદાના આધારે અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પર સ્ટે આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટનાં આ નિર્ણયથી જગન્નાથજી ભગવાનનાં લાખો ભક્તો દુખી થયા છે, પરંતુ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય લીધો હતો.

આ પછી જગન્નાથ મંદિર ખાતે યોજાયેલ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પોલીસ કમિશનર, મેયર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે યોજાયેલી મહત્ત્વની બેઠકમાં પણ રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય લેવાયો હતો.મહંત અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

 

જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ભક્તોને મંદિરમાં પ્રવેશ ન અપાતા બોલાચાલી થ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ વાહનો બહાર રોકી દીધા છે. માત્ર સ્ટાફને મંદિરમાં પ્રવેશ અપાયો છે. પોલીસ તરફથી આમંત્રિત લોકોનું લીસ્ટ માંગવામાં આવ્યું છે. મહંતે કહ્યું કે સીપી કે અન્ય કોઇએ લિસ્ટની વાત કરી નથી. ભક્તોને અંદર આવવા દો. બીજી તરઉ પોલીસ કહ્યું હાલ કોઇને અંદર આવવા દેવામાં આવશે નહીં.
First published: June 22, 2020, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading