પીએસઆઈ મોડ-2ના પેપર ફરી તપાસવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ


Updated: January 25, 2020, 6:40 PM IST
પીએસઆઈ મોડ-2ના પેપર ફરી તપાસવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
પ્રતિકાત્મક તસવીર

ફેબ્રુઆરી 2017માં ફિજીકલ ટેસ્ટ અને જુલાઇ 2017માં પીએસઆઇ મોડ-2ની લેખિત પરીક્ષા યોજાઇ હતી

  • Share this:
અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પીએસઆઇ મોડ-2ની પરીક્ષા દરમ્યાન એમપીના કુખ્યાત વ્યાપમ કૌભાંડ જેવું થયું હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. કોર્ટે પક્ષકારોને સાંભળ્યા બાદ એવો હુક્મ કરવામાં આવ્યો હતો આ પરીક્ષા આપનાર તમામ પરીક્ષાર્થીઓના પેપરો ફરી તપાસવામાં આવે. ગુજરાતના પીએસઆઇ ઇચ્છુક ઉમેદવારોમાં ભારે ચકચાર જગાવનાર આ બાબત પર નજર નાંખીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પીએસઆઇ મોડ-2ની લેવાયેલી લેખિત પરીક્ષાના અંગ્રેજી તથા ગુજરાતી તેમ બે પ્રશ્નપત્રમાં છપાયેલી સૂચનાનું કડક પાલન કરનારા ઉમેદવારોના ગુણ કાપીને ઓછા ગુણ આપતાં તેઓ મેરિટમાં આવી શક્યા નથી પરંતુ જેમણે સૂચનાનું કડક પાલન ન કર્યું અને પાલનભંગ કર્યો તેઓ મેરિટમાં પહોંચતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

સરકારી સુચનાનું પાલન કરીને મેરિટમાં નહીં પહોંચેલા ઉમેદવારોના મનમાં એવી લાગણી સર્જાઇ રહી છે કે શું સૂચનાનું કડક પાલન કરવાની તેમને સજા કરવામાં આવી છે? શું જેમણે પ્રશ્નપત્રની સૂચનાનું પાલન નથી કર્યું તેમના પ્રત્યે ઉદારતા રાખીને તેમને પીએસઆઇ બનાવવાની કોઇ મેલી રમત ગૃહ વિભાગમાં કોઇના ઇશારે કરવામાં આવી છે?

આ પણ વાંચો - દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના એક ડઝનથી વધુ નેતાઓ કરશે પ્રચાર

ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા ડિસેમ્બર 2015ના દિવસે 400 કરતાં વધારે પીએસઆઇની ભરતી માટે જાહેરખબર આપવામાં આવી હતી. જેઓ હાઇકોર્ટમાં મામલો લઇ ગયા હતા તેઓ પણ ખાતાકિય રીતે પરીક્ષામાં બેઠા હતા. ફેબ્રુઆરી 2017માં ફિજીકલ ટેસ્ટ અને જુલાઇ 2017માં પીએસઆઇ મોડ-2ની લેખિત પરીક્ષા યોજાઇ હતી. સમગ્ર વિવાદની જડ છે તે સુચના આ પ્રમાણે હતી. "પ્રશ્નપત્રમાં માંગ્યા મુજબના જ વિકલ્પોના જવાબો આપવા, વધુ સંખ્યામાં લખેલા વિકલ્પો ધરાવતાં કેસમાં માત્ર પ્રથમ ક્રમથી શરુ થતાં માંગ્યા મુજબના વિકલ્પો જ તપાસવામાં આવશે. ત્યાર બાદના વધુ લખેલ વિકલ્પોના જવાબો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આમ છતાં જ્યારે પેપર તપાસવામાં આવ્યા ત્યારે ઉપર મુજબની પેપરમાં અપાયેલ સૂચનાનું પાલન નહીં કરનાર ઉમેદવારને વધુ સાચા જવાબને આધારે પાસ કરી દેવાયાં હતાં. જ્યારે સૂચનાનું પાલન કરીને સૂચના અનુસરના જ પ્રશ્નોના તમામ સાચા જવાબ આપનાર ઉમેદવારોને નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर