તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી


Updated: April 2, 2020, 12:10 AM IST
તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી
વિદેશી જમાતી 67 દેશોથી મરકઝમાં જોડાવવા માટે આવ્યા હતા. દિલ્હી પોલીસે તમામ વિદેશી જમાતીયોની પુછપરછ કરી લીધી છે. અનેક લોકોએ કહ્યું કે તે મરકઝમાં મૌલાના મોહમ્મદ સાદના કહેવા પર 20 માર્ચ પછી ભારતમાં રોકાયા હતા. આ તમામ વિદેશી જમાતીઓનો ક્વારંટાઇન સમય પુરો થઇ ચૂક્યા છે. અને તમામને અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે.

ગુજરાત હાઇકોર્ટ કોરોના અંગેના સુઓમોટોની અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો

  • Share this:
દિલ્હીની તબલિગી જમાતના સંમેલનમાં એકત્ર થયેલા લોકો ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો ચેપ ફેલાવી શકે છે તેવા સમાચારો આજે અખબારોના ફ્રન્ટ પેજ પર પ્રકાશિત થતા ગુજરાત હાઇકોર્ટ કોરોના અંગેના સુઓમોટોની અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી ત્રીજી એપ્રિલના રોજ યોજાવાની હતી પરંતુ આ બાબતને ગંભીર ગણી આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ વિક્રમ નાથજ્ને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે સરકારને આદેશ આપ્યો છે કે જમાતના આ સંમેલનમાંથી ગુજરાતમાં આવેલા તમામ વ્યક્તિઓની વિગત અને આ પરિસ્થિતિ અંગે સરકારે લીધેલા પગલાંઓનો અહેવાલ હાઇકોર્ટને આપવામાં આવે.

હાઇકોર્ટે આજના અખબારી અહેવાલોને ટાંકતા નોંધ્યું છે કે દિલ્હીના ધાર્મિક મેળાવડામાં ભાગ લેનારા ઓછામાં ઓછા ૨૦૦ લોકો ગુજરાતમાં આવ્યા છે અને તેમને જીવલેણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આ સમેલનમાં હાજરી આપનારા આઠ વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે અને તે પૈકી એક વ્યક્તિ ગુજરાતની છે. અહીં એકત્ર થયેલા ૧૨ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. અહીંથી ગુજરાત આવનારા ૨૦૦થી પણ વધુ લોકો હાલ ક્યાં છે તેની કોઇ માહિતી નથી.

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત હતી કે, આ સંમેલનમાં ભાગ લઇ ગુજરાતમાં આવનારા લોકોને ટ્રેસ કરવાની અને તેમની ઓળખ જાણવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ વ્યક્તિઓના સંસર્ગમાં આવનારા લોકોને પણ હાલ ટ્રેસ કરાઇ રહ્યા છે. હાલ સરકાર પાસે આ વ્યક્તિઓ અંગેની સંપૂર્ણ માહિતી નથી પરંતુ કેન્દ્ર સરકાર અને દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા વિગતો મળતા જ આ લોકોની ઓળખ કરવામાં આવશે અને જરૃરી સારવાર અને નિયંત્રણના પગલાં લેવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, ૨૧મી માર્ચના રોજ વિદેશના ૮૨૭ તબલિગી જમાતના કાર્યકરો દેશના વિવિધ ભાગોમાં હતા અને આ જમાતના ૨૧૦૦ ભારતીય કાર્યકરો દેશના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા હતા. દેશભરમાં કાર્યરત તબલિગી જમાતના કાર્યકરો વિશેની ચોક્કસ માહિતી દિલ્હીના નિઝામુદ્દીન ખાતેની જમાત આપે તે જરૃરી છે.

આ વિગતોના આધારે હાઇકોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, તલલિગી જમાતના ગુજરાતમાં આવેલા વ્યક્તિઓની યાદી કોર્ટને આપવામાં આવે. તેમની નાગરિકતા, પ્રવાસની વિગત, વિઝાનો પ્રકારની વિગતો પણ આપવામાં આવે. જેમની ઓળખ કરવામાં આવી છે તે લોકો અન્યને ચેપ ન લગાડે તે માટે સરકારે કયા-કયા પગલાં લીધા છે. આ વ્યક્તિઓના ટેસ્ટિંગ અને ક્વોરન્ટાઇન માટે લેવામાં આવેલાં પગલાંની માહિતી આપવામાં આવે. આ ઉપરાંત આ પૈકીના કોઇ વ્યક્તિનું ટ્રેસિંગ ન થઇ શક્યું હોય કે ઓળખ ન મળી શકી હોય તો તેની માહિતી આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલ ત્રીજી એપ્રિલના રોજ કોર્ટ સમક્ષ કરવાના સરકારને નિર્દેશ કરાયો છે.
First published: April 2, 2020, 12:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading